નાનકડો કલાકાર, મોટી કળા, મળો આ બાબરાના બાળકને જાણો તેની સિદ્ધિ વિશે

અમરેલીમાં આવેલા બાબરા તાલુકાના ઈશ્વરિયા ગામમાં એક માલધારી પરિવાર ગાય-ભેંસ પાળીને ગુજરાન ચલાવે છે, આ જ ઘરમાં રહેતો 12 વર્ષનો...

નાનકડો કલાકાર, મોટી કળા, મળો આ બાબરાના બાળકને જાણો તેની સિદ્ધિ વિશે

અમરેલીમાં આવેલા બાબરા તાલુકાના ઈશ્વરિયા ગામમાં એક માલધારી પરિવાર ગાય-ભેંસ પાળીને ગુજરાન ચલાવે છે, આ જ ઘરમાં રહેતો 12 વર્ષનો માલધારી બાળક કંઈક અનોખી કળા લઈને જન્મ્યો છે, ગાયો ચરાવતા, હરતા ફરતાં, સ્કૂલમાં ને મેદાનમાં તે ગીતો ગાતો રહે છે, તેના મધુરા કંઠના ગામના લોકો તો દિવાના છે જ પણ પરિવાર અને ગામ પણ ઈચ્છે છે કે નાનકડા આ કલાકારનો કોઈ હાથ ઝાલે અને કોઈ મોટું પ્લેટફોર્મ મળે તો આ સિતારો ચમકી ઉઠે, બાબરાના ઇશ્વરીયા ગામના આ માલધારી બાળકનું નામ છે મિલન બાંભવા, સાવ ગરીબ પરિસ્થિતિમાં રહેતો માલધારી પરિવાર ગાય-ભેંસ પાળીને ગુજરાન ચલાવે છે અને ખેતરમાં રહે છ, નાનપણથી ગાવામાં જ રચ્યો પચ્યો રહેતો મિલન ક્યારેક એકલા-એકલા તો ક્યારેક ઢોર ચરાવતા, રસ્તે જતાં કે સ્કૂલમાં, એને મોજ પડે ત્યાં ગીતો ગાતો રહે છે ગામલોકો અને તેના શિક્ષકો પણ તેના અવાજથી ખુશ ખુશ છે, 8મા ધોરણમાં ભણતા મિલનની યાદશક્તિ અને ગીતો ગાવાની શૈલી કુદરતી છે તે ગુજરાતી ગીતો, છંદો અને ધાર્મિક ગીતો ગાય છે, તેનું સપનું પણ છે કે તે એક મોટો કલાકાર બની સ્ટેજ પર પરફોર્મ કરે

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને અનેક ટેલેન્ટ તેના થકી ઉભરી આવે છે. ત્યારે મિલનની ગાયકી અને તેનો કંઠ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને કોઈ કલાકાર તેનો હાથ પકડે તો તે પણ ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તો સાંભળો આ બાળકલાકારનો મધુર અવાજ…

Click on your DTH Provider to Add TV9 Gujarati