AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા, જુઓ Video

અમરેલી જિલ્લાના વાડીયા વિસ્તારમાં ભયનો માહોલ સર્જનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત થયું છે. તેમાં હડકવાના લક્ષણોની આશંકા છે, જેથી વનવિભાગની કામગીરી અને મૃત્યુના કારણ પર સવાલો ઉભા થયા છે.

Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા, જુઓ Video
| Updated on: Oct 05, 2026 | 1:34 PM
Share

અમરેલી જિલ્લાના વડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ભયનો માહોલ સર્જનાર સિંહણનું મોત થયું છે. આ સિંહણને વનવિભાગે પાંજરે પૂરી હતી. જોકે, પાંજરે પુરાયા બાદ તેનું મોત થતાં વનવિભાગની કામગીરી અને સિંહણના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, સિંહણના વર્તનમાં અસામાન્યતા જોવા મળી હતી અને તેમાં હડકવાના લક્ષણો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હકીકત જાણવા માટે વનવિભાગે સિંહણના વર્તન અને અન્ય જરૂરી સેમ્પલ લીધા હતા. હવે સેમ્પલના પરીક્ષણ બાદ જ સિંહણના મોતનું ચોક્કસ કારણ સામે આવી શકશે.

સિંહણના મોતથી વનવિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ સિંહણના મોતની ઘટનાઓ સામે આવી હોવાથી આ મામલો ગંભીર બન્યો છે. સિંહણના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વનવિભાગ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ અગાઉ પણ અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને બાબરકોટ સહિતના વિસ્તારોમાં સિંહો અને સિંહણની માનવ વસાહત તરફની અવરજવર તથા લોકો સાથેના ઘર્ષણની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વડિયાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

હાલમાં વનવિભાગ સિંહણના સેમ્પલના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ સિંહણને હડકવા સહિતની કોઈ બીમારી હતી કે નહીં અને તેના મોતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં સ્વિફ્ટ કારે પાર્ક કરેલા ચાર વાહનોને ટક્કર મારી, જુઓ Video

Follow Us
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
g clip-path="url(#clip0_868_265)">