આજે એશિયાટિક સિંહોની અંતિમ તબક્કાની વસતી ગણતરી, સાંસદ પરિમલ નથવાણી પણ ગણતરીમાં જોડાયા- Video
સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાના 58 તાલુકામા વસવાટ કરતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી ચાલી રહી છે. આજે આ અંતિમ તબક્કાની વસતી ગણતરી છે. છેલ્લા 2020માં કરાયેલી ગણતરીમાં ગુજરાતમાં 674 જેટલી સિંહોની વસ્તી હતી તેમા વધારો થવાની શક્યાતા જોવાઈ રહી છે. તો વનવિભાગના અધિકારી સાથે સાવજપ્રેમી સાંસદ પરિમલ નથવાણી પણ આ ગણતરીમાં જોડાયા છે.
ગુજરાતમાં એશિયાટિક સિંહોની 16મી વસતી ગણતરી હાથ ધરાવામા આવી છે. સૌરાષ્ટ્રમાં સિંહો મોટાભાગે જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને પોરબંર સુધી વિસ્તરેલા છે. ગીરસોમનાથ, અમરેલી, અને સાસણગીર તેમજ જુનાગઢમાં મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે. ત્યાં પ્રથમ તબક્કે સિંહોની વસ્તીઓ અંદાજ મેળવવાની પ્રાથમિક તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આજે સિંહોની ગણતરીનો અંતિમ તબક્કો છે. ગુજરાતમાં એશિયાટિક લાયનની વસ્તી જાણવા માટે 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચોરસ મીટરના વિસ્તારને આવરી લેવાયો છે.
11 જિલ્લાના 58 તાલુકામાં 3000 લોકો વસ્તી ગણતરીમાં જોડાયા
સૌપ્રથમ સાસણ ગીર અભયારણ્ય ખાતેથી તા 10ના બપોરે 2 વાગ્યાથી સિંહોની વસતી ગણતરી શરૂ કરવામાં આવી હતી. જે તારીખ 11 ના બપોર સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ હતી. જે બાદ કામગીરી બંધ રાખવામાં આવી હતી. વન વિભાગના નેજા હેઠળ 3 હજાર જેટલા લોકો સિંહોની વસતી ગણતરીમાં જોડાયા છે. જેમા ગામોના સરપંચ, વનવિભાગના અધિકારીઓ, રિજનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો અને સ્વયંમ સેવકો દ્વારા આ ગણતરી કરવામાં આવી રહી છે. દરેક ટીમ પાસે નિયત પત્રકો અને તેમના સોંપાયેલા વિસ્તારનો નક્શો હોય છે. આ દરેક સિંહના ફોટોગ્રાફ્સ, રૂબરૂ અવલોકન. સિંહના શરીર પર રહેલા નિશાન, કેશવાળી, પંજાના નિશાનનું વિશ્લેશણ વગેરેના આધારે. માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
સાંસદ પરિમલ નથવાણી બાઈક પર બેસી સિંહોની ગણતરી જોવા નીકળ્યા
એશિયાટિક સિંહોની વસતી ગણતરીમાં વનવિભાગ સાથે રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી પણ જોડાયા હતા. વનવિભાગના કર્મચારીઓ સાથે બાઈક પર બેસીને સાંસદ પરિમલ નથવાણીએ સિંહોની ગણતરીમાં ભાગ લીધો હચો. રાજુલા, ઉના વિસ્તારમાં સિંહ ગણતરીના ફોટો તેમના X હેન્ડલ પર શેર કર્યા હતા. સાંસદે સિંહ ગણતરી પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાના અનુભવ અંગે જણાવ્યું. સાથે જ સિંહ ગણતરી પ્રક્રિયાને સાંસદે અવિસ્મરણીય ગણાવી હતી.
વર્ષ 2020માં 674 સિંહોની સંખ્યા નોંધાઈ
વર્ષ 2020માં સિંહોની 674 જેટલી વસ્તી હતી તેમા વધાર થવાની શક્યતા જોવાઈ રહી છે. પ્રાથમિક તબક્કાના અંદાજમાં જંગલની અંદર 300 થી વધુ સિંહો અને જંગલની બહારના વિસ્તારમાં 400 જેટલા સિંહો હોવાનુ વનવિભાગ જણાવે છે. આજે સિંહોની વસતી ગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સિંહોની વસતીનો ચોક્કસ આંક આવતીકાલે સામે આવી જશે.
Input Credit- Jaudev Kathi- Amreli