અમરેલી: સિંહણ વિફરતા મચ્યો હાહાકાર, દિવસમાં 6 લોકો પર કર્યો જીવલેણ હુમલો
જાફરાબાદના (Jafrabad) બાબરકોટ ગામે સિંહણને પાંજરે પૂરવાની કવાયત ચાલતી હતી તે દરમિયાન સિંહણ આક્રમક બની હતી અને વધુ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આથી આજના દિવસમાં સિંહણે કુલ 6 લોકોને ઝપેટમાં લેતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે અને તેઓ પોતાની તેમજ માલઢોરની સુરક્ષા માટે ચિંતિંત બની ગયા છે.
અમરેલીના (Amreli) જાફરાબાદના બાબરકોટ ગામ નજીક સિંહણનો આતંક (Terror of the lioness) જોવા મળ્યો છે. સિંહણે કુલ સવારે ત્રણ વ્યક્તિ ઉપર સિંહણના હુમલો કર્યો હતો અને ફરીથી સાંજે 6 લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સવારે વનવિભાગે ગોઠવેલા ટ્રેકર બાદ SRDના જવાનો ઉપર સિંહણે હુમલો કર્યો હતો. જોકે એક SRD જવાને લાકડી વડે સિંહણનો સામનો કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ એક SRD જવાન રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલો કરનારી સિંહણને ભેદી બીમારી હોવાની આશંકા છે. વનવિભાગે પાંજરા ગોઠવી સિંહણને પકડવા કવાયત શરૂ કરી હતી. તે દરમિયાન જાફરાબાદના (Jafrabad) બાબરકોટ ગામે સિંહણને પાંજરે પૂરવાની કવાયત ચાલતી હતી તે દરમિયાન સિંહણ આક્રમક બની હતી અને વધુ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. આથી આજના દિવસમાં સિંહણે કુલ 6 લોકોને ઝપેટમાં લેતા ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે અને તેઓ પોતાની તેમજ માલઢોરની સુરક્ષા માટે ચિંતિંત બની ગયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર સિંહણને પાંજરે પૂરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન લોકોની અવરજવર વધી જતા સિંહણ આક્રમક બનતા તેણે ફરીથી હુમલો કર્યો હતો. સિંહણે માઇન્સ વિસ્તારમાંથી બહાર આવી 3 વ્યક્તિ ઉપર હુમલો કરતા આ ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજના દિવસે 6 વ્યક્તિ ઉપર સિંહણે હુમલો કરતા હાહાકાર મચી ગયો છે. આથી વનવિભાગ સાસણ સહિત અન્ય જિલ્લા માંથી ટીમ બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ધારાસભ્ય હીરા સોંલકીએ ગ્રામજનોને બહાર ન નીકળવા કરી અપીલ
આ સમગ્ર ઘટનાને પગલે લોકોના જીવના રક્ષણ માટે પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા વનમંત્રીને સિંહણને સત્વરે પાંજરે પૂરવા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને પણ ઘરની બહાર ન નકીળવા માટે અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને સાંજના સમય પછી હિંસક પશુઓ વધારે ખતરનાક બની જતા હોય છે ત્યારે ધારાસભ્યએ ગ્રાજમનોને બહાર ન નીકળવા માટે સૂચન કર્યું હતું.