Amreli: જિલ્લાના બાબરા પંથક તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ચરખા, ઉટવડ, કોટડા પીઠા, ચમારડી, કરિયાણા, નીલવડા, જીવાપરમાં વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહિ છે.

Amreli: જિલ્લાના બાબરા પંથક તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 5:15 PM

Amreli: અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ (Heavy rain) વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ચરખા, ઉટવડ, કોટડા પીઠા, ચમારડી, કરિયાણા, નીલવડા, જીવાપરમાં વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી રહિ છે. હીજી તરફ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. જુના સાવર, ઘોબા સહિતના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. સાથે જ જાફરાબાદના ટીંબી ગામે પણ વરસાદ ખાબક્યો હતો.

અષાઢી બીજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ભરૂચ અને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. સૌથી વધુ સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. સુરત શહેર અને ઉમરપાડામાં 7 ઈંચ, કામરેજમાં 8 ઈંચ અને માંગરોળમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કીમ ચાર રસ્તા પર ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા. આ તરફ ભરૂચ, નવસારી અને તાપીમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બીજી તરફ આણંદમાં અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વન તળાવ વિસ્તારમાં એક યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત થયું છે જ્યારે ચાર જેટલા પશુઓનું પણ પાણીમાં ડૂબી જતા મોત થયા છે. તો 100 જેટલા પરિવારોની ઘરવખરી પાણીમાં ડૂબી જતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આણંદના બોરદસમાં સૌથી વધુ 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેને લઈને પ્રથમ વરસાદે જ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો નદી-નાળા અને તળાવ પણ છલકાયા છે. આ ઉપરાંત આંકલાવમાં 3 ઈંચ, તારાપુરમાં 2 ઈંચ, સોજીત્રા અને પેટલાદમાં 2 ઈંચ તો આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">