Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ફરી અમરેલીની ધરા ધ્રૂજી, મોડી રાત્રે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ છે. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Breaking News : ફરી અમરેલીની ધરા ધ્રૂજી, મોડી રાત્રે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Follow Us:
| Updated on: Feb 24, 2023 | 6:50 AM

અમરેલી જિલ્લામાં ફરી મોડી રાત્રે ભૂકંપના આચંકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ છે. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભાના ભાડ વાકીયા અને સાવરકુંડલા તાલુકાના મિતિયાળા સાકરપરા બગોયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ ભૂકંપનો આચકો અનુભવાયો હતો.લગભગ 11:35 મિનિટે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જો કે હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. પરતું વારંવાર અમરેલી જિલ્લામાં આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ અમરેલી સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.

વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
  • આજે 23 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો.
  • 20 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 19 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 23 ફેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

g clip-path="url(#clip0_868_265)">