અમરેલીના યુવકને અજાણી યુવતી સાથેની મિત્રતા મોંઘી પડી, હનીટ્રેપનો બન્યો શિકાર

Amreli: બાબરા તાલુકાના યુવકને અજાણી યુવતી સાથેની મિત્રતા મોંઘી પડી છે. હેલ્લો ભરતથી શરૂ થયેલી ત્રણ મહિનાની વાતચીત વેપારી યુવક જિંદગીભર ન ભૂલે એવા ઉજરડા આપ્યા છે. યુવકને હનીટ્રેપમાં ફસાવી દોઢ કરોડ લૂંટવાનો પ્લાન હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 11:58 PM

અમરેલીના બાબરામાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી પૈસા પડાવવાના તરકટનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે કુલ 5 આરોપીઓની અટકાયત કરી છે જ્યારે કે એક આરોપી ફરાર છે. બાબરામાં ઇલેક્ટ્રોનિક્સ રીપેરીંગ કરતા યુવકને અમદાવાદની મનીષા નામની યુવતીએ પોતાની વાતોમાં ફસાવવાની કોશિશ કરી અને તેને મળવા બોલાવ્યો. આ દરમ્યાન યુવતીના અન્ય સાગરિતો ત્યાં પહોંચ્યા અને પોતે પોલીસ હોવાનું જણાવી 1 કરોડ રૂપિયા માગ્યા. યુવકે ઇન્કાર કરતા ચારેય ઇસમોએ તેનું અપહરણ કરી તેને ઢસા, ચાવંડ અને ગઢડામાં અલગ અલગ અવાવરું જગ્યાઓ પર લઇ જઇને માર માર્યો. આરોપીઓએ પ્રથમ 1 કરોડ, બાદમાં 50 લાખ અને ત્યાર બાદ 5 લાખની માગણી કરી. અને જો તે પૈસા ન આપે તો તેને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી તેની પાસેથી કોરા ચેક પણ પડાવી લીધા. આખરે યુવકે ફરિયાદ કરતા પોલીસે હનીટ્રેપના નામને યુવકને શિકાર બનાવી રહેલી ટોળકીને સકંજામાં લીધી છે.

ચાર શખ્સોએ યુવકનું અપહરણ કરી વીડિયો બનાવ્યો અને મારપીટ કરી કબૂલાત કરી

ગત 30 તારીખે યુવતિએ ફોન કરી ફરિયાદી ભરત કરકરને બાબરા આવી છુ મળવા આવો એવુ કહી મળવા બોલાવ્યા હતા. જેમા ફરિયાગી તેમનુ બાઈક લઈ કરિયાણા રોડે ગયા હતા. અવાવરુ જગ્યાએ ઉભેલી યુવતી બાઈક પર બેસી ગઈ હતી. જ્યાંથી બંને તાઈવદરના કાચા ગાડા માર્ગે ગયા હતા. જો કે યુવતીની હરકતો યોગ્ય ન હોવાથી તેણે બાઈક પાછુ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાબરામાં કરિયાણા રોડે પહોંચતા રસ્તામાં એક ઈકો કાર આડી ઉતરી હતી અને તેમા બેસેલા 4 શખ્સોએ ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યુ હતુ. કારમાં બેસેલા યુવકોએ વીડિયો ઉતારવાનુ શરૂ કર્યુ હતુ. જેમા યુવતીએ યુવક સાથે શરીરસંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી હતી. આ વીડિયોને આધારે યુવકને બ્લેકમેલ કરવામાં આવતો હતો. યુવકે કબૂલાત ન કરતા ચાર શખ્સોએ તેની સાથે મારકૂટ પણ કરી હતી. આ યુવકને કારમાં ગઢડાથી આગળ સુધી અપહરણ કરી લઇ જવાયો હતો આ પ્રકરણમાંથી છૂટવા દોઢ કરોડ માંગ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">