અમરેલી : સાવરકુંડલામાં એસિડ એટેક કરનાર પિતા-પુત્રની ધરપકડ, હુમલાનું કારણ હજુ અકબંધ

|

Feb 07, 2022 | 6:08 PM

આ બંને આરોપીઓની પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી રહી છે. શા માટે એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો.એસિડ ક્યાંથી લાવવામાં આવ્યું હતું.તે સવાલોના જવાબો હજી બેમાંથી એક પણ આરોપીઓએ આપ્યા નથી.

અમરેલી : સાવરકુંડલામાં એસિડ એટેક કરનાર પિતા-પુત્રની ધરપકડ, હુમલાનું કારણ હજુ અકબંધ
સાવરકુંડલા એસિડ એટેક (પ્રતિકાત્મક તસ્વીર)

Follow us on

સાવરકુંડલા (Savarkundla)શહેરમાં ગત રાત્રે બે મહિલાઓ પર એસિડ એટેક (Acid attack)કરી પિતા-પુત્ર (FATHER-SON)નાસી છૂટયા હતા. બંને મહિલાઓને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ. ત્યારે પિતા અને પુત્ર બન્નેને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાવરકુંડલા શહેરના આસોપાલવ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમાં તબિયત બતાવવા ગઈ હતી. જેમાં એક મહિલા ગર્ભવતી હતી બંને મહિલાઓ મોડી સાંજે તબિયત બતાવીને બહાર નીકળતી વખતે બાઈક પર આવેલા બે શખ્સોએ આ બંને મહિલાઓ પર એસિડ જેવો પદાર્થ છાંટી બંને નાસી છૂટ્યા.

આ બંને મહિલાઓને 108 એમ્બ્યુલન્સ મારફત પ્રથમ સાવરકુંડલા હોસ્પિટલ સારવાર માટે ખસેડાઇ અને બંને ગંભીર રીતે ઘાયલ થવાથી વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યારે અમરેલી સરકારી દવાખાને દાખલ કરાયેલી આ મહિલા એસીડ હુમલાનો ભોગ બની પોતાને થઈ રહેલી બળતરાની વેદના પ્રગટ કરી રહી છે. નણંદ-ભોજાઈ બંને આ હુમલાનો ભોગ બને છે.અને હુમલો કરનાર બંને શખ્સોને આકરી સજા થાય એવી માંગ કરી રહી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગઈકાલે રાત્રે એક ગર્ભવતી મહિલા અને એક તેમની નણંદ આ બે મહિલાઓ હોસ્પિટલના તબિયત બતાવીને આવી રહી હતી. ત્યારે બાઈક સવાર માં આવેલ બે વ્યક્તિએ આ બંને મહિલાઓ પર એસિડ નાખ્યું હતું. જેની ફરિયાદ ભોગ બનનાર મહિલા મનિષાબેને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં લખાવતા પોલીસે મહિલાની ફરિયાદને આધારે કલમ 307.120 B ..504..507..( 2 ).અને 326 A મુજબ ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ સાવરકુંડલામાં જ રહેતા પિતા-પુત્રની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામની તપાસ સાવરકુંડલા ટાઉન પી.આઈ ગોસ્વામી ચલાવી રહ્યા છે. પોલીસ જાપ્તામાં આવેલા બંને આરોપીઓ સગપણમાં પિતા-પુત્ર છે.

1.અનિલભાઈ પ્રવીણભાઈ રાઠોડ- પુત્ર

2. પ્રવિણભાઇ રાઠોડ- પિતા

આ બંને આરોપીઓની પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી રહી છે. શા માટે એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો.એસિડ ક્યાંથી લાવવામાં આવ્યું હતું.તે સવાલોના જવાબો હજી બેમાંથી એક પણ આરોપીઓએ આપ્યા નથી. ખાદી કાર્યાલય વિસ્તારમાં પિતા અને પુત્ર આવેલા ત્યારે દવાખાને બતાવવા આવેલ મનીષાબેન અને તેમના ભાભી કાજલ બેન પ્રેગનેટ માટે ચેક કરવવા બાબતે ગયેલા.

ત્યારબાદ અનિલ કહ્યું કે તે મારા સાળા સાથે કેમ મેરેજ કર્યા નહી અને તે બીજે મેરેજ કરી લીધા છે. હવે હું જોવું છું તું કેવીરીતે જીવે છે.ત્યારબાદ બાઈકમાં થેલી રાખેલી હતી. તેમાંથી એસિડની બોટલ કાઢી બન્ને મહિલા ઉપર એસિડ ફેંકી ત્યાંથી જતા રહેલ. પોલીસને તપાસમાં પૂરો સહકાર નહીં મળે તો કોર્ટમાં રિમાન્ડ માગવાની પણ તજવીજ હાથ ધરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે એસીડ હુમલાનું સત્ય ખરેખર શું છે.

આ પણ વાંચો : Ahmedabad: સાબરમતી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો : મોરબી જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23નું કુલ 52766.42 લાખનું અંદાજપત્ર મંજુર

Next Article