Ahmedabad: સાબરમતી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ
Ahmedabad: સાબરમતી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને લાખોની લૂંટ કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે.
Ahmedabad: સાબરમતી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને લાખોની લૂંટ કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. પરંતુ મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે. તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પકડાયેલા બે આરોપી કોણ છે. તેજોઈએ આ અહેવાલમાં.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી પારસ કુમાવત અને રતન ગાડગરી પર લૂંટનો મુદ્દામાલ ખરીદવાનો આરોપ છે. ઘટનાની વાત કરીએ તો બીજી ફેબ્રુઆરીના રોજ ત્રાગડ ગામ ખાતે આવેલ લૂબી કોર્પોરેટ હાઉસમાં ચાર જેટલા શખ્સો આવીને બે સિકયુરિટી ગાર્ડ તેમજ એક વ્યક્તિને બંધક બનાવી લુબી કોર્પોરેટ સ્ટોરમાંથી પોલિકેબ કંપનીના કોપર વાયર તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિત 11 લાખથી વધુ મુદામાલની લૂંટારુઓ એ લૂંટ કરી હતી. આ ઘટનાની માહિતી મળતા જ સાબરમતી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલીને 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ લૂંટ નથી કરી પરંતુ લૂંટનો મુદ્દામાલની ખરીદી કરી.
આરોપીને પકડવા સાબરમતી પોલીસે સીસીટીવી ચેક કરતા મીની ટ્રક શકાસ્પદ જોવા મળી. આ ટ્રકને ચેક કરતા ઘાટલોડિયા ખાતે આવેલ એક ભંગારના ગોડાઉનમાં ગયો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ભગારનું ગોડાઉન ચલાવતા અને લૂંટનો માલ ખરીદનાર પારસ કુમાવત તેમજ રતન ગાડગરી નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછમાં બંટી યાદવ નામનો આરોપી લૂંટનો માલ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે બંટી નામનો આરોપી હાલ વોન્ટેટ છે જેને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. લૂંટ કેસમાં આરોપી અંબાલાલ ગાડરી અને બંટી યાદવ હજુ ફરાર છે. જેથી સાબરમતી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી.
આ પણ વાંચો: નોકરીની શોધમાં છો? આ જોબ ઓફર તમને આશ્ચર્યચકિત કરી દેશે !!! જાણો સંપૂર્ણ માહિતી
આ પણ વાંચો: CGPSC Recruitment 2022 : ડેન્ટલ સર્જનની પોસ્ટ પર નોકરી મેળવવાની તક, અહીં કરો અરજી