AMC ની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો એક્ઝામ કમિટીના OSDએ કર્યો દાવો- Video

|

Nov 24, 2024 | 6:54 PM

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફુટ્યુ હોવાના પરીક્ષાર્થીઓના આરોપ બાદ AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન DYMC અને ગુજરાત યુનિના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષા રદ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. OSDએ પેપર ફુટ્યુ ન હોવાનો દાવો કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટર પર પેપર ફુટ્યુ હોવાનો દાવો ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો. પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને પેપર 30 મિનિટ મોડુ મળ્યુ હતુ અને OMR શીટ અને આન્સર શીટના ક્રમાંક અલગ અલગ હતા. આ વિવાદ સામે આવ્યા બાદ પણ સંચાલકો દ્વારા તેમને પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યુ હતુ.

પરીક્ષા રદ નહીં થાય, પેપર  ફુટ્યુ હોવાનો દાવો OSDએ ફગાવ્યો

આ સમગ્ર વિવાદ બાદ AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન DYMC અને ગુજરાત યુનિના અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં યુનિયન ક્લાર્કની પરીક્ષા રદ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના OSDએ જણાવ્યુ કે GUPECના નેજા હેઠળ આ પરીક્ષા લેવાઈ હતી અને ફક્ત ગણતરીના લોકોના વિરોધમા કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ. બીજી તરફ તેમણે પેપર લીક થવાના આરોપો પણ ફગાવ્યા તેમણે પેપર ફુટ્યુ ન હોવાનો દાવો કર્યો. OSD ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યુ કે અન્ય એક સેન્ટરમાં પણ OMR શીટ બદલાઈ હતી, ત્યા પણ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે. ફક્ત આ જ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી નથી.

ચોર ક્યારેય સામેથી ના કહે કે હાં મે ચોરી કરી, OSDનું નિવેદન બાલિશતાભર્યુ- યુવરાજસિંહ

આ તરફ OSDના નિવેદનને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે બાલિશ નિવેદન ગણાવ્યુ યુવરાજે જણાવ્યુ કે અમે અમારા સ્તરે રજૂઆત કરીશુ કારણ કે આ પરીક્ષામાં મિસમેનેજમેન્ટ થયુ જ છે. તેમણે કહ્યુ અમારી વાત નહીં માને તો કાયદાકીય રીતે પણ પડકારીશુ. યુવરાજે કહ્યુ પહેલા તો સમગ્ર મામલાની યોગ્ય તપાસ થવી જોઈએ એ પછી જ કોઈ નિર્ણય પર આવવુ જોઈએ. પરીક્ષા સ્થળના સીસીટીવી ચેક કરવા જોઈએ. કોણ પરીક્ષા આપી જાય છે તે પણ ખ્યાલ ન આવે જો ચેકિંગ ન થાય. ઓએમઆર શીટ આ એક્ઝામ સેન્ટર ઉપર ચેન્જ થઈ તો એવી જ રીતે બીજા એક્ઝામ સેન્ટર ઉપર પણ આવી જ સ્થિતિ થઈ હશે તેવી આશંકા પણ પરીક્ષાર્થીઓએ વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલે પરીક્ષાર્થીઓએ કાયદાકીય લડત લડવાની પણ તૈયારી બતાવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article