પાન મસાલા ખાઈને જાહેર માર્ગો પર થુંકનારા ચેતી જજો નહી બચી શકો AMCની ત્રીજી આંખથી- જુઓ વીડિયો

અત્યારસુધી તમને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઈ-મેમો આવ્યો હશે. પરંતુ જાહેરમાં પાનમસાલા ખાઇને થુંકવા વાળાઓ માટે સાવધાન થવાનો વારો આવ્યો છે. કેમ કે હવે અમદાવાદ કોર્પોરેશન મોકલી રહ્યું છે જાહેરમાં પાનમસાલા ખાઇને થૂંકનારને ઇ-મેમો. CCTVની મદદથી જાહેરમાં ગંદકી કરવા બદલ AMCએ એક વ્યક્તિને 100 રૂપિયાનો મેમો મોકલ્યો છે. રસ્તા પર જાહેરમાં થૂંકવા બદલ આ […]

પાન મસાલા ખાઈને જાહેર માર્ગો પર થુંકનારા ચેતી જજો નહી બચી શકો AMCની ત્રીજી આંખથી- જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Apr 28, 2019 | 11:21 AM

અત્યારસુધી તમને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઈ-મેમો આવ્યો હશે. પરંતુ જાહેરમાં પાનમસાલા ખાઇને થુંકવા વાળાઓ માટે સાવધાન થવાનો વારો આવ્યો છે.

કેમ કે હવે અમદાવાદ કોર્પોરેશન મોકલી રહ્યું છે જાહેરમાં પાનમસાલા ખાઇને થૂંકનારને ઇ-મેમો. CCTVની મદદથી જાહેરમાં ગંદકી કરવા બદલ AMCએ એક વ્યક્તિને 100 રૂપિયાનો મેમો મોકલ્યો છે. રસ્તા પર જાહેરમાં થૂંકવા બદલ આ વ્યક્તિ પાસેથી 100 રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કેટલાક લોકો વાહન પર જઇ રહ્યા હોય ત્યારે બિન્દાસ્ત રીતે મોઢું ફેરવીને થૂંકતા હોય છે. પાન કે મસાલો ખાઇને રસ્તા પર થુંકવા બદલ એક વ્યક્તિને ઇ મેમો મોકલાયો છે. કદાચ દેશનો આ પ્રથમ કિસ્સો છે જેમાં કોઇ વ્યક્તિને જાહેરમાં થૂંકવા બદલ ઇ મેમો ફટકારવામાં આવ્યો છે.

આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી કે જાહેરમાં પાન મસાલા ખાઇને થૂંકીને ગંદકી કરનારાને ઇ મેમો આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવી શરૂઆત કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ દેશભરમાં આ પ્રકારની કાર્યવાહી કરનાર પ્રથમ કોર્પોરેશન છે.

આ પણ વાંચો: કરીના કપૂર અને દિપિકા પાદુકોણ સાથે કામ કરવા ઈચ્છે છે બોલિવુડની આ ટોચની અભિનેત્રી?

આવી વ્યક્તિના વાહન નંબર પરથી તેમના ઘરે ઇ મેમો આવશે. જેમાં ફોટો પણ દર્શાવવામાં આવશે. પબ્લીક હેલ્થ બાયલોઝ-2012ની જોગવાઇ મુજબ આ જોગવાઇનો ભંગ કરવા બદલ ગુનો કરવા બદલ ઇ-મેમો મોકલવામાં આવશે તેવી એડવાઇઝરી કોર્પોરેશને જાહેર કરી હતી. જે બાદ હવે કોર્પોરેશને ઇ મેમો મોકલવાની શરૂઆત કરી દીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">