અમદાવાદ શહેરને સાફ રાખવા માટે હવે કોર્પોરેશન લઈ રહ્યું છે નાગરિકોની મદદ, જુઓ કેવી રીતે કરવામાં આવશે શહેરની સફાઈ!
અમદાવાદને સ્વચ્છ કરવા માટે કોર્પોરેશને નાગરિકોને જાગૃત કરવા માટે હવે નવી એક શરુઆત કરી છે.ભારતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં પ્લોગીંગ રનની શરૂઆત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો: આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ Web Stories View more એલચી પર્સમાં રાખવાથી શુ થાય […]
અમદાવાદને સ્વચ્છ કરવા માટે કોર્પોરેશને નાગરિકોને જાગૃત કરવા માટે હવે નવી એક શરુઆત કરી છે.ભારતમાં સૌપ્રથમ વખત અમદાવાદમાં પ્લોગીંગ રનની શરૂઆત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ
42.1 ગ્રુપ અને કોર્પોરેશનના સહયોગથી પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્લોગીંગ રનની શરૂઆત ઉત્તર યુરોપથી થઈ હતી, જેમાં શહેરના જાગૃત નાગરિકો મોર્નિંગ વોક દરમિયાન રસ્તા પર પડેલા કચરાને પોતાની સાથે રાખેલી પ્લાસ્ટિક બેગમાં એકઠો કરીને ડસ્ટબિન સુધી નાખતા હોય છે. સવારે સાડા છ વાગ્યાથી આ પ્લોગીંગ રનની શરૂઆત કરાશે
આ પ્લોગીંગ રનમાં લોકો મોર્નિંગ વોક કરતા અને સવારે ચાલવાનું પસંદ કરતા હોવાથી વધુમા વધુ આ રનમાં જોડાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ફ્રી એન્ટ્રી અને રજીસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જોડાવવા જરૂરી વસ્તુઓ કોર્પોરેશન તરફથી આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ છે. આ અમદાવાદ કોર્પોરેશનના નવા અભિગમને લોકો કેટલો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું.