AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનના વિસ્તરણ અને સ્પેશ્યલ ટ્રેન અંગે લેવાયો મહત્વનો નિર્ણય

આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે.

AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનના વિસ્તરણ અને સ્પેશ્યલ ટ્રેન અંગે લેવાયો મહત્વનો નિર્ણય
Western Railway expanded some trains departing from Ahmedabad
Darshal Raval
| Edited By: | Updated on: Aug 28, 2021 | 2:42 PM
Share

AHMEDABAD : પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી મુઝફ્ફરપુર અને દરભંગા માટે ચલાવવામાં આવી રહેલી અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેનં નં. 05270 / 05269 અમદાવાદ-મુઝફ્ફરપુર-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ : ટ્રેનં નં. 05270 અમદાવાદ-મુઝફ્ફરપુર સ્પેશ્યલ જે અમદાવાદ થી પ્રત્યેક શનિવારે ચલાવવામાં આવી રહી છે, જેને 28 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05269 મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશ્યલ જે મુઝફ્ફરપુરથી પ્રત્યેક ગુરૂવારે ચલાવવામાં આવી રહી છે જેને 26 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

2.ટ્રેનં નં. 05560 / 05559 અમદાવાદ-દરભંગા-અમદાવાદ અઠવાડિક ફેસ્ટીવલ સ્પેશ્યલ : ટ્રેનં નં. 05560 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ જે અમદાવાદથી પ્રત્યેક શુક્રવારે ચલાવવામાં આવી રહી છે, જેને 27 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તે જ રીતે ટ્રેન નં. 05559 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ જે દરભંગાથી પ્રત્યેક બુધવારે ચલાવવામાં આવી રહી છે જેને 25 ઓગસ્ટ 2021 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને બીજી સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.

ટ્રેન નંબર 05270 અને 05560 માટે બુકિંગ 30 ઓગસ્ટ 2021 થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને RICTC વેબસાઇટ પર શરૂ થશે.

3.ટ્રેનં નં. 09495 / 09496 અમદાવાદ-વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09496 અમદાવાદ-વડોદરા-પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી અમદાવાદથી પ્રતિ દિવસ 15.00 કલાકે ઉપડીને 17.45 કલાકે વડોદરા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી વડોદરાથી પ્રતિ દિવસ 06.30 કલાકે ઉપડીને 08.55 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મણીનગર, બારેજડી, મહેમદાવાદ રોડ, નડિયાદ, આણંદ તથા વાસદ સ્ટેશનોએ રોકાશે.

4.ટ્રેનં નં. 09488 / 09487 વિરગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09488 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી વિરમગામથી પ્રતિ દિવસ 07.00 કલાકે ઉપડીને 08.30 કલાકે મહેસાણા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09487 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 09.20 કલાકે ઉપડીને 10.50 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન જક્શી, ભંકોડા, દેત્રોજ, કટોસણ રોડ, જોટાણા અને લીંચ સ્ટેશનોએ રોકાશે.

5.ટ્રેનં નં. 09492 / 09491 વિરગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન : ટ્રેનં નં. 09492 વિરગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021થી બીજી સૂચના સુધી વિરમગામ થી પ્રતિ દિવસ 17.25 કલાકે ઉપડીને 18.50 કલાકે મહેસાણાપહોંચશે. આ જ રીતે ટ્રેન નં. 09491 મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. 03 સપ્ટેમ્બર 2021 થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ 19.30 કલાકે ઉપડીન 21.00 કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભંકોડા, દેત્રોજ અને કટોસણ રોડ સ્ટેશનોએ રોકાશે.

યાત્રી સ્પેશ્યલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશ્યલ ટ્રેનોમાં કન્ફર્મ ટીકીટ વાળા યાત્રીઓને જ યાત્રાની પરવાનગી રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, યાત્રા અને ગંતવ્યના દરમ્યાન કોવિડ-19 થી સંબંધિત તમામ માપદંડો તથા SOPનું પાલન કરવાનું અનુરોધ કરવામા આવ્યું છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">