AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાન ઘટાડો થયો છે.

ગુજરાતના વાતાવરણમાં આવશે ફરી પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી
Gujarat Unseasonal Rain Forecast (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:09 PM
Share

ગુજરાતમાં(Gujarat)  આગામી 7 માર્ચથી માવઠાની(Unseasonal Rain)  આગાહી કરાઇ છે. હવામાન  વિભાગે (IMD) દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પડશે. જયારે તાપી, નર્મદા, ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ છે. તેમજ લઘુત્તમ તાપમાન 15થી 20 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો રવિવાર સુધી તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધારે રહેશે. માવઠાને કારણે પાકમાં નુકશાનની ભીતી સેવાઇ રહી છે.ડબલ ઋતુના અહેસાસ વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. જેમાં સોમવારે માવઠાની શક્યતા છે. જયારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે.

કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ

જયારે હાલ ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

બેવડી ઋતુનો અનુભવ

ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાન ઘટાડો થયો છે. તેમજ વાતાવરણમાં ઠંડક વધી છે. જેમાં સવારે અને રાત્રે ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સ્થપાશે ડ્રોન સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ, રોજગાર સર્જનના સરકારના પ્રયાસ

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">