Gujarati Video : 6 વર્ષ બાદ ગુજરાતમાં યોજાશે TATની પરીક્ષા, પેપર ન ફૂટે તે માટે ટ્રેકિંગ સિસ્ટમનો કરાશે અમલ
Education News : TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાવાની છે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
આવતીકાલે 15 એપ્રિલે ગુજરાતમાં શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે TAT-1ની પરીક્ષા યોજાવાની છે. TATની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે. પેપર લીકની અનેક ઘટનાઓ બાદ હવે સરકારી ભરતી માટે પરીક્ષાઓ યોજાવાનું શરુ થઇ ગયુ છે. ત્યારે આ પરીક્ષા માટે તંત્ર પહેલેથી જ એલર્ટ છે. પેપર ન ફૂટે તે માટે આ ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે.
ટ્રેસિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10થી 12ની બોર્ડ પરીક્ષામાં છેલ્લા 3 વર્ષથી પેપર ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરાઈ છે. જેમાં પેપરોના બંડલો સ્ટ્રોંગ રૂમથી સેન્ટર પર પહોંચે ત્યાં સુધી GPS આધારિક ટ્રેકિંગ થાય છે અને સેન્ટર પર બંડલ જ્યારે ખોલવામાં આવે ત્યારે 6 બાજુના ફોટા પાડીને સોફ્ટવેરમાં અપલોડ થાય છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે પણ ફોટા પાડીને અપલોડ કરવામાં આવે છે. આ જ રીતે ટેટની પરીક્ષામાં ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે. પેપર ફૂટે નહીં તે માટે બોર્ડ પરીક્ષામાં પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેસિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.
મહત્વનું છે કે TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાવાની છે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.
શિક્ષક બનવા માટે આ પરીક્ષા જરૂરી
શિક્ષક બનવા TET-TAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી. ત્યારે હવે આ પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…