Kheda: નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, જાણો શા માટે 7 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી
2017માં સાત વર્ષની બાળકી (girl) તાન્યાનું ખંડણીના ઈરાદે અપહરણ થયું હતું. મિત પટેલે તેના મિત્રની કારમાં તાન્યાનું અપહરણ કરી તેને વાસદ પાસેથી પસાર થતી મહિસાગર (Mahisagar) નદીમાં ફેંકી દીધી હતી.
નડિયાદ (Nadiad) માં તાન્યા અપહરણ-હત્યા (murder) કેસમાં આજે ચૂકાદો (Judgment) આવશે. અપહરણ અને હત્યાના મુખ્ય આરોપી મીત પટેલને ચુસ્ત સુરક્ષા વચ્ચે નડિયાદ કોર્ટમાં રજૂ કરાશે. તાન્યાનું અપહરણ કરી હત્યા કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ તાન્યાની દાદીએ કરી છે. ત્યારે મહત્વનું છે કે 2017માં સાત વર્ષની બાળકી (girl) તાન્યાનું ખંડણીના ઈરાદે 18 સપ્ટેમ્બરે અપહરણ થયું હતું. તાન્યાની સોસાયટીમાં જ રહેતા મિત પટેલે તેના બે મિત્ર કૌશલ પટેલ અને અજય વસાવા સાથે મળીને તેનું અપહરણ કર્યું હતું. મિત પટેલે તેના મિત્રની કારમાં તાન્યાનું અપહરણ કરી તેને વાસદ પાસેથી પસાર થતી મહિસાગર (Mahisagar) નદીમાં ફેંકી દીધી હતી. હત્યા કેસમાં આરોપની માતા અને ભાઈ પણ સામેલ હતા.
2017માં બનેલી ઘટનાની વિગતો એવી છે કે નડિયાદના સંતરામ દેરી રોડ પર આવેલ લક્ષ ડુપ્લેક્ષના ઘર નં 8માં રહેતી તાન્યા પટેલ નામની 7 વર્ષીય બાળકીનું 19-09-2017 ની રાત્રે 8 વાગ્યાના સુમારે ઘર નં 5માં રહેતા મિત પટેલ નામના ૨૨ વર્ષીય યુવક દ્વારા ખંડણીની લાલચે મિત્રની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તાન્યાને આણંદ લઇ જઈ આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેકી દઈ પરત નડિયાદ પોતાના ઘર પાસે આવી ગયો હતો અને સ્થાનિકોની સાથે સાથે તે પણ તાન્યાની શોધખોળમાં લાગી ગયો હતો.
મિતને પેસાની જરૂર હતી અને તેથી તેણે તાન્યાનું ઘર ટાર્ગેટ કર્યું હતું. તાન્યાના માતાપિતા લંડનથી પેસા મોકલાવતા હતા તેથી અપહરણનું કાવતરું રચ્યું હતું. મુખ્ય આરોપી મિતે અપહરણ હત્યાનું કાવતરું ૧૫ દિવસ પહેલા જ રચ્યું હતું. તાન્યાના અપહરણ બાદ તેના દાદી દ્વારા સમગ્ર મામલાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મિત પટેલ ઝીણવટ પૂર્વક પોલીસ તપાસનું નિરીક્ષણ કરી રહ્યો હોવાનું સ્થાનિક બાતમીદારો દ્વારા ખેડા એલસીબીના અધિકારીઓને બાતમી મળતા એલસીબી પોલીસ દ્વારા મિતની ધરપકડ કરી તેની વેજ્ઞાનિક ઢબે પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં મિત દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે તાન્યાનું ૧૮ તારીખના રોજ અપહરણ કરતા પહેલા મીતે તેના એમ મિત્ર પાસે પોતાના માતાપિતાને અંબાજી લઇ જવાના હોવાનું બહાનું બનાવી કાર માંગી હતી અને બાદમાં કારમાં તાન્યાનું અપહરણ કરીને તેના બે મિત્રો કોશલ પટેલ અને અજય વસાવા લઇ આણંદ તરફ નીકળી જઈ વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ફેકી દઈ પરત નડિયાદ આવી ગયો હતો અને અજય અને કોશલ પણ પોત પોતાના ઘરે પહોચી ગયા હતા. મીતના અન્ય બે મિત્રો કોશલ પટેલ અને અજય વસવા જેઓ સગીર વયના છે તેઓને મિત દ્વારા 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમને મુખ્ય આરોપી મીતે કેપ ટી શર્ટ અને રૂમાલ લેવા જણાવ્યું હતું અને ખંડણી માગવા કહ્યું હતું ,પોલીસ તપાસ ધીમીપડ્યા પછી ખંડણી માંગવામાં આવનાર હતી પરંતુ તે પહેલા તેમનું કારનામું ખૂલું પડી ગયું.
આ પણ વાંચોઃ Ahmedabad: ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે 10થી 20 રૂપિયા ફી રાખવામાં આવશે, મે મહિનામાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા
આ પણ વાંચોઃ Ahmedabad : સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો