AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખંભાતમાં થયેલાં તોફાનોમાં મોટો ખુલાસો, બહારથી લોકોને લાવીને કરાયો હતો હુમલો, ત્રણ મૌલવી અને બે શખસોની સંડોવણી

આ કવતરામાં કોણ લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા કામ સોંપ્યા હતા તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે. આ કેસમાં આ લોકોને કોણ રૂપિયાની મદદ કરતું હતું તે અંગેની પણ મૌલવીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ખંભાતમાં થયેલાં તોફાનોમાં મોટો ખુલાસો, બહારથી લોકોને લાવીને કરાયો હતો હુમલો, ત્રણ મૌલવી અને બે શખસોની સંડોવણી
riots in Khambhat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 11:27 AM
Share

રામનવમી (Ramnavmi) ના દિવસે શોભાયાત્રા દરમિયાન હિંમતનગર (Himmatnagar) અને ખંભાત (Khambhat) માં કોમી છમકલા થયાં હતાં. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે મોટા ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા (Violence)  ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા.

ખંભાતમાં ફેલાયેલી હિંસા બાદ મુસ્તકીમ મૌલવી, મતીન-મોહસીન નામના ત્રણ મૌલવીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય ભાઇઓ છે. આ સાથે 100થી વધુ લોકોના ટોળાં સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, આ લોકોએ રામનવમીના આગળના દિવસે એટલે કે, શનિવારે જ આ આખા ષડયંત્રને બનવવામાં આવ્યો હતો. આ કાવતરા માટે ખંભાતની બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઇ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ એક બાદ એક આ લોકોની ઓળખ થઇ રહી છે. આ લોકો પર વૈમન્સ્ય ફેલાવવાનો, હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કવતરામાં કોણ લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા કામ સોંપ્યા હતા તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે. આ કેસમાં આ લોકોને કોણ રૂપિયાની મદદ કરતું હતું તે અંગેની પણ મૌલવીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા કાવતરાને અંજામ આપવા માટે રૂપિયા ક્યાંથી, કઇ રીતે અને કોણે આપ્યા એ જાણવું પણ ઘણું જ અગત્યનું છે.

આ પણ વાંચોઃ સુરતમાં ચાર વર્ષની માસૂમ બાળાને બિસ્કીટની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા

આ પણ વાંચોઃ સુરતના તમામ ઝોનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરાશે, અઠવા વિસ્તારની એક શાળા હર્ષ સંઘવીને દત્તક અપાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
Breaking News: રાજકોટના મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત
Breaking News: રાજકોટના મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત
ગઢડાની ઘેલો નદીમાં નાવડી પલટી, સાધુ-સંતો સહીત 6નો બચાવ, જુઓ Video
ગઢડાની ઘેલો નદીમાં નાવડી પલટી, સાધુ-સંતો સહીત 6નો બચાવ, જુઓ Video
2 કરોડની ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીના માતાએ માંગી કાયમી મુક્તિ
2 કરોડની ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીના માતાએ માંગી કાયમી મુક્તિ
જંગલની જમીન પરથી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક
જંગલની જમીન પરથી ખેડૂતોને બેદખલ કરવા સામે હાઈકોર્ટની રોક
સુરતના અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી ! જુઓ Video
સુરતના અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">