ઉનાળાની શરુઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને પગલે કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. તો બીજી તરફ હવામાનની હીટવેવની આગાહી પ્રમાણે પડતી ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી છે.
એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો (Heat Wave) પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad)માં આકરી ગરમી સાથે જ રોગચાળા (Epidemic) ના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને પગલે કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે. તો બીજી તરફ હવામાનની હીટવેવની આગાહી પ્રમાણે પડતી ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી. અમદાવાદમાં પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી કે છાતીમાં દુખાવો અને ચક્કર આવીને બેભાન થઈ જવા જેવા સંખ્યાબંધ કેસ વધે છે.
અમદાવાદના વટવા, બહેરામપુરા વિસ્તારમાં કોલેરા અને ચિકનગુનિયાના કેસ મળતા તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ શેરડીના રસ, સિકંજી અને ઠંડાઈના સેન્ટર પર આગામી દિવસોમાં ચેકિંગ વધારશે. શેરડીના રસ કે સિકંજી સેન્ટરોમાં પાણીની ગુણવત્તા ખરાબ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો નોંધાયો છે.
બીજી તરફ અમદાવાદમાં દરરોજ 250થી વધુ લોકો ગરમીથી બીમાર બને છે. 108ને મળતા કોલમાં સૌથી વધુ પેટમાં દુખાવો અને ચક્કર આવવાના કેસ નોંધાય છે. હવામાન વિભાગે આકરી ગરમીની આગાહી કરી છે. તેને જોતા સન સ્ટ્રોકથી બચવા માટે બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઈએ. વૃદ્ધો, નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોકોને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવા, છાશ, લીંબુ સરબત અને ORS પીવો જોઈએ. તો આકરી ગરમીમાં લોકોએ બહારનો ખોરાક ખાવાથી દૂર રહેવું જોઈએ.
રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે. તેમજ પવનની ગતિ વધતા ગરમીમાં ઘટાડો થવાની આગાહી પણ હવામાને કરી છે. એટલું જ નહિ પણ હવામાન વિભાગે વધતી ગરમી સામે લોકોએ પોતાનું રક્ષણ કરવા સાવચેતી રાખવા સૂચન કર્યા છે. જેમાં લોકોને ઠંડા પીણા ન પીવા, બહાર ગરમીમાં ફરવું નહિ, શરીર ઠંકાય તેવા કપડાં પહેરવા સૂચન કર્યું છે.
આ પણ વાંચો-
Surat : જાહેરમાં થૂંકનારાઓની હવે ખેર નથી, સુરતની સુંદરતા બગાડનારા લોકોને સીસીટીવી થકી પકડીને દંડ કરાશે
આ પણ વાંચો-