Surat : જાહેરમાં થૂંકનારાઓની હવે ખેર નથી, સુરતની સુંદરતા બગાડનારા લોકોને સીસીટીવી થકી પકડીને દંડ કરાશે
એક તરફ મહાનગરપાલિકા શહેરની છબીને સુધારીને સુંદર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ પ્રયત્નો પર પાણી ફેરવતા લોકો સામે કાર્યવાહી થાય એ પણ સમયની માંગ છે.
સુરત (Surat ) શહેરને સુંદર અને સ્વચ્છ શહેર બનાવવા માટે મનપા (SMC) દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરીજનોને જાણે સ્વચ્છતા (Clean )અને સુંદરતા પસંદ ન હોય તેમ સુરતને બદસુરત કરી રહ્યા છે. મનપા દ્વારા શહેરને સુંદર બનાવવા માટે વોલ અને બ્રિજ પર સુંદર પેઈન્ટીંગ કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરીજનો પેઈન્ટીંગ પર જ પાન – માવા ખાઈને થૂંકી રહ્યા છે. જેથી હવે સુરત કોર્પોરેશન દ્વારા આવા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં થૂંકનારાઓ પર નજર રખાશે અને આકરા દંડ વસુલવામાં આવશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.
સ્વચ્છતા સર્વેક્ષણના ભાગરૂપે શહેરને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટે મનપા ઘણી મહેનત કરી રહી છે. પરંતુ શહેરીજનોના અપુરતા સહકારને કારણે સ્વચ્છતા સર્વેક્ષણમાં મનપા પ્રથમ ક્રમે આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. કારણકે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજ પર પેઈન્ટીંગ કરવામાં આવે છે તેમજ ઘણી વોલ ૫૨ સુંદર પેઈન્ટીંગ કરાઈ રહી છે અને તેના પર જ લોકો બેશરમ બનીને થૂંકી રહ્યા છે . પરંતુ હવે મનપા આવા લોકો સામે આકરા દંડ વસુલશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ ઉમેર્યું હતું કે આવી અનેક ફરિયાદો કોર્પોરેશનમાં આવી છે, જેમાં કોર્પોરેશનની મિલકતો પર વિવિધ વ્યક્તિઓ દ્વારા બનાવેલા ચિત્રો પર પાન અને તમાકુનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે કોર્પોરેશન દ્વારા આવા લોકોને પકડવા માટે સીસીટીવીનો સહારો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આવા લોકોને સીસીટીવી ફૂટેજ દ્વારા પકડી લેવામાં આવશે અને તેમની પાસેથી કડક સજા કરવામાં આવશે.
આવા લોકો સામે દંડનીય કાર્યવાહી થાકી અન્ય લોકોને એ મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે કે આ શહેર પણ તમારા ઘર સમાન જ છે. જેથી તેને ગંદુ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. એકતરફ મહાનગરપાલિકા શહેરની છબીને સુધારીને સુંદર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આ પ્રયત્નો પર પાણી ફેરવતા લોકો સામે કાર્યવાહી થાય એ પણ સમયની માંગ છે.
આ પણ વાંચો :