VIDEO: અમિત શાહે મકર સંક્રાંતિ પર પતંગ ચગાવી, લોકોએ ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા
આ પહેલા સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેના આખા પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અને આરતી કરી હતી. આજે ગૌ દાનનું વિશેષ મહત્વ હોવાથી નાથના દર્શન બાદ અમિત શાહે ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના વેજલપુરમાં ઉત્તરાયણના તહેવાર પર પતંગ ચગાવી હતી. અમિત શાહની પતંગબાજી દરમિયાન હાજર લોકોએ ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ પહેલા સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેના આખા પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અને આરતી કરી હતી. આજે ગૌ દાનનું વિશેષ મહત્વ હોવાથી નાથના દર્શન બાદ અમિત શાહે ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ ટ્વીટ કર્યું, ભોગી પર શુભકામનાઓ. હું દરેકના સુખ અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. તેમણે અન્ય ટ્વિટમાં કહ્યું કે, ઉત્તરાયણની શુભકામનાઓ. આપણા જીવનમાં ખુબ ખુશીઓ આવે. ભોગી એ ઘણા દક્ષિણી રાજ્યોમાં ચાર-દિવસીય પોંગલ તહેવારના પ્રથમ દિવસે ઉજવવામાં આવતા મહત્વના લણણી તહેવારોમાંનો એક છે. ઉત્તરાયણ પણ લણણી સાથે સંબંધિત તહેવાર છે.
Greetings on Uttarayan. May there be abundance of joy in our lives. pic.twitter.com/OPxAqrW8Vy
— Narendra Modi (@narendramodi) January 14, 2023
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચગાવ્યા પતંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી. અમદાવાદમાં પોળ વિસ્તારની ઉત્તરાયણ ઘણી જાણીતી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યા બાદ ચીકીનો આસ્વાદ પણ માણ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે ચાઈનીઝ દોરી મુદ્દે સરકાર કડક પગલાં લઈ રહી છે. આ દોરી કોઈ માટે જીવલેણ સાબિત ન થાય તેનું ધ્યાન રાખવુ જોઈએ.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી તેમજ તેમણે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પતંગ ચગવતાં એકબીજાના પેચ કાપવાની પરંપરા છે, પરંતુ આ પેચ કાપવામાં કોઈના જીવનનો પેચ ન કપાય તેનું ધ્યાન રાખવું જોઈએ.