Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન, પૂજા-આરતી કરી મેળવ્યા આશીર્વાદ

અમિત શાહ (Amit Shah) દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણ ઉજવવાના છે.

Video : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન, પૂજા-આરતી કરી મેળવ્યા આશીર્વાદ
કેન્દ્રીય ગૃ્હપ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા દર્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 11:49 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ ગુજરાતની બે દિવસના પ્રવાસે છે. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણ ઉજવવાના છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ મનાવતા પહેલા અમિત શાહે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દર વર્ષે મકરસંક્રાતિના પર્વ પર જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે દર્શન કરવા પહોંચતા હોય છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. અમિત શાહ તેના આખા પરિવાર સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા અને આરતી કરી હતી. સાથે જ દિલીપદાસજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આજે ગૌ દાનનું વિશેષ મહત્વ હોવાથી નાથના દર્શન બાદ અમિત શાહે ગૌશાળામાં ગાય માતાની પણ પૂજા કરી હતી..

મહત્વનું છે કે, અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મનાવે છે. ત્યારે આ વર્ષે પણ અમિત શાહ ગુજરાતમાં પોતાના પરિવાર અને કાર્યકરો સાથે સાથે ઉત્તરાયણ ઉજવવાના છે.અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણમાં કાર્યકરોના ઘરે જઈને તેમની સાથે ચિક્કી અને શેરડીની મજા માણીને પતંગના પેચ લડાવતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. આ વખતે તેઓ બે દિવસની રજાઓમાં ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના કલોલમાં પતંગોત્સવ ઉજવશે.

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">