Gujarati Video : અમદાવાદમાં મહાશિવરાત્રી પર્વે શિવ મંદિરોમાં ભક્તોનો ભારે ભીડ
આજે દેશભરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે. શિવભક્તોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના અલગ અલગ મંદિરોમાં પણ શિવદર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના રખિયાલ વિસ્તારના ચકુડિયા મહાદેવના મંદિરમાં પણ વહેલી સવારથી ભક્તો ભોળાનાથના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા
આજે દેશભરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી થઇ રહી છે. શિવભક્તોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના અલગ અલગ મંદિરોમાં પણ શિવદર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના રખિયાલ વિસ્તારના ચકુડિયા મહાદેવના મંદિરમાં પણ વહેલી સવારથી ભક્તો ભોળાનાથના દર્શન માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા અને પવિત્ર શિવલિંગ પર દુગ્ધાભિષેક તથા જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત શહેરના સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવના દર્શન અને શિવલિંગ પર જળાભિષેક માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિર પહોંચ્યા હતા . સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈને આગવુ આયોજન કરવામાં આવ્યું છે, આજે સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ સોમનાથ તીર્થમાં ઉમટ્યુ છે. બપોરના 12 વાગ્યા સુધીમાં અંદાજિત 25000 શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે.