AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, નવી 320 એસટી બસોનું લોકાર્પણ કરશે

અમિત શાહ સાંજે 5:15 વાગ્યે નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જિમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. સાંજે 5:40 વાગે છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ અને 6 વાગે AMC ના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહની હાજરીમાં જ અમદાવાદના 2500 જેટલા આવાસ માટે ડ્રો યોજાશે..

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, નવી 320 એસટી બસોનું લોકાર્પણ કરશે
Gujarat Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 7:03 AM
Share

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના(Amit Shah) ગુજરાત(Gujarat)પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પણ અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત થશે.આજે અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. 12:45 વાગે તેઓ ચાંદખેડામાં GSRTCની નવી 320 બસોનું લોકાર્પણ કરશે. બપોરે 1:15 વાગ્યે તેઓ ભાટ ખાતે અમુલફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે..અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ થશે. બપોરે 2:30 વાગ્યે તેઓ શાહીબાગ ખાતે મોદી સમાજના રાષ્ટ્રીય મહાસંમેલનમાં હાજરી આપશે.

અમિત શાહની હાજરીમાં જ અમદાવાદના 2500 જેટલા આવાસ માટે ડ્રો યોજાશે.

અમિત શાહ સાંજે 5:15 વાગ્યે નારણપુરામાં AMC દ્વારા નિર્મિત જિમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. સાંજે 5:40 વાગે છારોડી ખાતે નિર્માણ પામેલા તળાવનું લોકાર્પણ અને 6 વાગે AMC ના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહની હાજરીમાં જ અમદાવાદના 2500 જેટલા આવાસ માટે ડ્રો યોજાશે.

અમિત શાહે દ્વારકાથી ગુજરાત પ્રવાસની શરુઆત કરી છે

દ્વારકાથી ગુજરાત પ્રવાસની શરુઆત કરી છે. અમિત શાહે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ નમાવી દર્શન કર્યા હતા. અમિત શાહે ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતા. જે પછી દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યુ છે. મોજપ ગામમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા એકેડેમી બનાવવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યુ કે સેનાના માધ્યમથી જ આજે દેશ સુરક્ષિત છે.

અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, દ્વારકા એટલે દેશનો પ્રવેશ દ્વાર.દ્વારકામાં નેશનલ એકેડમી શરુ કરવી એક પડકાર હતો.કોંગ્રેસના શાશનમાં પોરબંદર દાણચોરીનું કેન્દ્ર હતુ. તેમણે જણાવ્યુ કે અગાઉ એક વર્ષમાં 12,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું ન હતું, પરંતુ હવે ભારતીય નેવી અને NCBએ મળીને કેરળના દરિયાકાંઠેથી 12,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

અમિત શાહે જણાવ્યુ કે વર્ષ 2018માં જ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીને મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના દ્રઢ નિશ્ચયથી એકેડમીનું નિર્માણ થયુ છે. તટીય સુરક્ષાને અભેદ્ય કિલ્લો બનાવવાનું કામ મોદી સરકારે કર્યુ છે.  મોદી સરકારના રાજમાં દરિયાકિનારાઓ સુરક્ષિત થયા છે. તેમણે જણાવ્યુ કે મુંબઇમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને કોઇ ભારતીય ભૂલી નહીં શકે.  મુંબઇમાં આતંકી હુમલા પછી દરિયાકિનારાઓ પર સુરક્ષા વધુ સઘન કરાઇ છે.

અમિત શાહે જણાવ્યુ હતુ કે હવે સેનાના માધ્યમથી જ દેશ સુરક્ષિત છે. તટીય સુરક્ષા વધ્યા બાદ દુશ્મનોના દાંત ખાટા થઇ ગયા છે. ભારતે તટીય સુરક્ષા માટે એક ચોક્કસ નીતિ બનાવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">