Ahmedabad : ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'ના કલાકાર માનસી પારેખ અને વિરાફ પટેલે અમદાવાદમાં મનાવી ઉત્તરાયણ, જુઓ Video

Ahmedabad : ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ના કલાકાર માનસી પારેખ અને વિરાફ પટેલે અમદાવાદમાં મનાવી ઉત્તરાયણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 11:15 AM

આ વર્ષે ઢોલિવુડમાં નવા મુવીની એન્ટ્રી થવા જઈ રહી છે. દર્શકો માટે વર્ષની શરૂઆતમાં જ ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં એક ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ની પણ ધમાકેદાર એન્ટ્રી થવાની છે.

ઉત્તરાયણનો રંગ માણવા ગુજરાતી કલાકારો પણ અમદાવાદના ધાબાઓ પર જોવા મળી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણની મોજ માણવા ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસના કલાકારો અમદાવાદ પહોંચ્યા છે. કલાકાર વિરાફ પટેલ અને માનસી પારેખે ખાડિયામાં હેરિટેજ મકાનના ધાબે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. વિરાફ પટેલ ખાડિયામાં ધાબા પર પતંગ ઉડાવતા જોવા મળ્યા, તો માનસી પારેખે પણ પતંગના પેચ લડાવ્યા હતા. આ દરમિયાન TV9 સાથેની વાતચીતમાં તેમણે પોતાની ફિલ્મ વિશેની વાત કરી અને ફિલ્મનું ગીત પણ ગાઈ સંભળાવ્યું હતુ.

આ વર્ષે ઢોલિવુડમાં નવા મુવીની એન્ટ્રી થવા જઈ રહી છે. દર્શકો માટે વર્ષની શરૂઆતમાં જ ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં એક ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ની પણ ધમાકેદાર એન્ટ્રી થવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રામ મોરીએ લખેલી અને વિરલ શાહ દિગદર્શિત ફિલ્મમાં પીઢ અભિનેત્રી રત્ના પાઠક શાહ તેની નવી ફિલ્મ કચ્છ એક્સપ્રેસના પોસ્ટરમાં ખૂબ જ અલગ અને આકર્ષક લાગે છે. બહુપ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ લોકોમાં ભારે ચર્ચા જગાડી રહી છે. માનસી પારેખ, દર્શિલ સફારી અને ધર્મેન્દ્ર ગોહિલ સાથે રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં છે. રત્ના પાઠક શાહનું પોસ્ટર તદ્દન રસપ્રદ અને વખાણવા લાયક છે.

આ મુવીમાં કર્યો શાનદાર અભિનય

સારાભાઈ V/S સારાભાઈમાં તેના પ્રતિકાત્મક પાત્ર માયા સારાભાઈ માટે જાણીતા રત્ના પાઠક શાહે પણ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેની અન્ય મુખ્ય ભૂમિકાઓમાં ફિલ્મ જાને તુ… યા જાને ના, એક્શન કોમેડી ગોલમાલ 3, ફેમિલી ડ્રામા કપૂર એન્ડ સન્સ અને તાજેતરમાં જ જયેશભાઈ જોરદારનો સમાવેશ થાય છે.

ક્યારે થશે રિલીઝ ?

આ ફિલ્મમાં મ્યુઝિક સચીન-જીગરનું છે. આ ફિલ્મને પ્રોડ્યુસ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલે અને સૉલ સુત્રા પ્રેઝન્ટ કરી રહ્યા છે. આ ગુજરાતી ફિલ્મ 06 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

Published on: Jan 14, 2023 11:14 AM
g clip-path="url(#clip0_868_265)">