સ્વામિનારાયણ ગુરુકુળના સંત ભકિત પ્રકાશદાસજી અક્ષર નિવાસી થયા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોકની લાગણી વ્યક્ત કરી

|

Apr 12, 2022 | 7:35 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) પુરાણી સંત ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પુણ્ય આત્માને ભગવાન શ્રીજીના ચરણોમાં સ્થાન મળે અને હરીભક્તો અને સત્સંગીઓને આ વિકટ ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

સ્વામિનારાયણ ગુરુકુળના સંત ભકિત પ્રકાશદાસજી અક્ષર નિવાસી થયા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોકની લાગણી વ્યક્ત કરી
HM Amit Shah expresses grief over death of Saint Bhakti Prakash Dasji (File Image)

Follow us on

ગુજરાતના ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત  શાહે( Amit Shah) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ(Swaminarayan Gurukul)  વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના તપસ્વી સંત પુરાણી ભકિતપ્રકાશ દાસજી( Saint Bhakti Prakash Dasji)  સ્વામીના અક્ષર નિવાસી થયા અંગે ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ શાહે સંત ભક્તિ પ્રકાશદાસજીને હૃદયાંજલિ આપતા કહ્યું હતું કે વિનમ્ર, સરળ અને યજ્ઞપ્રિય સંત ભક્તિ પ્રકાશદાસ ભગવાન સ્વામિનારાયણની ભક્તિ, સેવા – સત્સંગ અને ભજનમાં નિરંતર લીન રહ્યા. તેઓએ ગુરુકુળ પરિસરમાં યજ્ઞ શાળાના નિર્માણ સહિત હોમ – હવન અને નિત્ય યજ્ઞના માધ્યમથી અલૌકિક ઊર્જાનું નિર્માણ કર્યુ. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેઓએ જગાવેલી વ્યસનમુક્તિ માટેની આહલેક હંમેશા ચિર સ્મરણીય અને પ્રેરણાદાયી રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી શાહે પુરાણી સંત ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પુણ્ય આત્માને ભગવાન શ્રીજીના ચરણોમાં સ્થાન મળે અને હરીભક્તો અને સત્સંગીઓને આ વિકટ ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :  Ahmedabad: કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત કોન્ટ્રાક્ટરોના 400 કરોડના પેમેન્ટ ન ચુકવાયા, AMC આર્થિક સ્થિતિનું શ્વેતપત્ર રજૂ કરેઃ કોંગ્રેસ

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ પણ વાંચો : Ahmedabad : કારંજ પોલીસે બાળકોને નશાના રવાડે ચઢાવી ભીખ મંગાવાના કેસના વધુ એક વ્યકિતની ધરપકડ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:17 pm, Tue, 12 April 22

Next Article