Ahmedabad: કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત કોન્ટ્રાક્ટરોના 400 કરોડના પેમેન્ટ ન ચુકવાયા, AMC આર્થિક સ્થિતિનું શ્વેતપત્ર રજૂ કરેઃ કોંગ્રેસ

મળતી જાણકારી મુજબ કોર્પોરેશનની કોઈ ફિક્સ ડિપોઝીટ પણ રહી નથી, તેમજ સરકાર તરફથી મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટ પેટે માસિક રૂપિયા 87 કરોડની ગ્રાન્ટ મળે છે. જેની સામે એડમીન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ રૂપિયા 129 કરોડ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 5:55 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) ઈતિહાસમાં પ્રથમ વખત કોન્ટ્રાક્ટરોના (Contractors) 400 કરોડના પેમેન્ટ ચુકવાયા નથી. આ બિલો રદ કરવાની સાથે જ કર્મચારીઓના પગાર-પેન્શન ચુકવવામાં વિલંબ થઈ રહ્યો છે. વિપક્ષના નેતાએ AMC પાસે નાણાંની તંગી હોવાનો આરોપ લગાવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળી આર્થિક પરિસ્થિતિની માહિતી પ્રજા સમક્ષ મુકવા શ્વેતપત્ર જાહેર કરવા વિપક્ષ કોંગ્રેસે માગ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષના અંતમાં કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ ચૂકવાયા નથી. ઉપરાંત મ્યુનિસિપલ કર્મચારીઓના પગાર અને પેન્શન પણ ચૂકવવામાં અસહ્ય વિલંબ થયો છે. શિક્ષકોના પગાર પણ ચૂકવવામાં મુશ્કેલી આવે છે. જે દર્શાવે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે.

મળતી જાણકારી મુજબ કોર્પોરેશનની કોઈ ફિક્સ ડિપોઝીટ પણ રહી નથી, તેમજ સરકાર તરફથી મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટ પેટે માસિક રૂપિયા 87 કરોડની ગ્રાન્ટ મળે છે. જેની સામે એડમીન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ રૂપિયા 129 કરોડ છે. આમ દર મહિને આશરે રૂપિયા 40 કરોડની ઘટ એડમીન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં પણ થઈ રહી છે. જેની સામે આવકના સ્ત્રોત ખૂબ જ ઓછા છે. ત્યારે હવે AMCની નબળી આર્થિક સ્થિતિની માહિતી પ્રજા સમક્ષ મુકવા શ્વેતપત્ર જાહેર કરવાની વિપક્ષે માગણી કરી છે.

આ પણ વાંચો :  હવે ગુજરાતમાં પણ જોવા મળશે વાઘ, ડાંગમાં ટાઇગર સફારી પાર્ક બનશે, વન વિભાગે પ્રોજેક્ટ માટે 28.96 લાખ હેક્ટર જમીનની ફાળવી

આ પણ વાંચો : Knowledge: ભારતમાં ઘણા વર્ષોથી બદલાઈ રહ્યા છે શહેરોના નામ, ગુજરાતના શહેરોમાં પણ થયા છે ‘નામ પરિવર્તન’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">