AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત

અમદાવાદના મહેમુદપુરામાં આવેલી ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 8 લોકોના મોત થયા છે અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી છે, જ્યારે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

Breaking News : અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
| Updated on: Jul 18, 2026 | 5:30 PM
Share

અમદાવાદના મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગ એટલી વિકરાળ હતી કે ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

આ દુર્ઘટના ગતરાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ ફેક્ટરીમાંથી ધડાકાના અવાજો સંભળાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

માહિતી મુજબ, આ ફેક્ટરી મેહુલ ડોડિયા નામના વ્યક્તિ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એલ.જી. હોસ્પિટલમાં 5 અને સિવિલ હોસ્પિટલમાં 4 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોની સારવાર પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિત મનપાના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ બાદ જ આગ લાગવાના કારણો અને જવાબદારી અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટે પ્રોજેક્ટ મુદ્દે રેરા એક્શનમાં, એક મહિનામાં કાર્યવાહીનું આશ્વાસન

Follow Us
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
g clip-path="url(#clip0_868_265)">