AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સાવધાન ! ટ્રાફિક પોલીસની સાથે RTO પણ કરશે દંડ

તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ ટ્રાફિક વિભાગ હોય કે RTO હોય કોઈ પણ ફરી બીજો તથ્ય પટેલ ઇચ્છી નથી રહ્યું. તેથી જ નિયમ ભંગ કરનાર સામે તમામ વિભાગ કડક બન્યા છે. જેમાં ટ્રાફિક વિભાગે ડ્રાઈવ કરી ઓવરસ્પીડે વાહન ચલાવતા લોકોને દંડ ફટકાર્યો છે. તો RTO વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Ahmedabad : ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સાવધાન ! ટ્રાફિક પોલીસની સાથે RTO પણ કરશે દંડ
Traffic Drive
Darshal Raval
| Edited By: | Updated on: Sep 01, 2023 | 9:06 PM
Share

Ahmedabad : અમદાવાદમાં ટ્રાફિક નિયમનો (Traffic Rules) ભંગ કરનારા લોકો હવે સાવધાન રહેજો. નિયમ ભંગ કર્યો તો ટ્રાફિક પોલીસ દંડ કરશે તેની સાથે-સાથે RTO વિભાગ પણ દંડની વસૂલાત કરશે. તથ્ય પટેલના કેસ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ એક્શનમાં આવી ગયો છે.

આ પણ વાંચો Ahmedabad : મિત્રએ જ કરી મિત્રની હત્યા, પિતાને મારેલી થપ્પડનો બદલો લેવા કરી નાખી હત્યા

ટ્રાફિક વિભાગે સ્પેશિયલ ડ્રાઈવ યોજી ઓવરસ્પીડ વાહન ચલાવનારા લોકોને દંડ્યા તો, RTO વિભાગ દ્વારા એક મહિનામાં અંદાજીત 3 હજાર કેસમાં 40 લાખથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ ટ્રાફિક વિભાગ હોય કે RTO હોય કોઈ પણ ફરી બીજો તથ્ય પટેલ ઇચ્છી નથી રહ્યું. તેથી જ નિયમ ભંગ કરનાર સામે તમામ વિભાગ કડક બન્યા છે. જેમાં ટ્રાફિક વિભાગે ડ્રાઈવ કરી ઓવરસ્પીડે વાહન ચલાવતા લોકોને દંડ ફટકાર્યો છે. તો RTO વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. એક મહિનામાં RTO દ્વારા અંદાજે 3 હજાર કેસમાં 40 લાખ ઉપર દંડ વસુલ્યો છે.

કેટલા કેસ સામે કેટલો દંડ વસુલાયો

અમદાવાદ RTO વિભાગ દ્વારા નિયમોના ભંગ બદલ ક્યાં કેટલા કેસ થયા અને કેટલો દંડ વસૂલવામાં આવ્યો. તેના વિશે જોઈએ તો પીયૂસીને લગતા 788 કેસ નોંધાયા તેની સામે 3.96 લાખ દંડ વસૂલાયો, લાયસન્સને લગતા 680 કેસમાં 14.36 લાખ દંડ, ઈન્સ્યોરન્સને લગતા 494 કેસમાં 9.94 લાખ દંડની વસૂલાત કરાઈ છે, તો હેલ્મેટ ન પહેર્યું હોય તેના 156 કેસની સામે 78 હજાર રૂપિયાનો દંડ, ડેન્જર ડ્રાઈવિંગને લગતા 148 કેસમાં 2.58 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે ઓવર સ્પીડના 215 કેસ નોંધાયા છે.

તથ્ય પટેલ કેસ બાદ ટ્રાફિક અને RTO વિભાગ એક્શનમાં આવતા કેસમાં વધારો થયો છે. RTO અધિકારીના જણાવ્યા અનુસાર, એક અંદાજ પ્રમાણે ઓવર સ્પીડ અને લાયસન્સ લગતા કેસમાં 10 ટકા કેસ કે તેનાથી વધુનો વધારો થયો છે અને તેનું એક કારણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી. જેના કારણે નિયમ ભંગ કરનારો વધુ ઝડપાયા છે. જે લોકો ને RTO અધિકારીએ નિયમ પાલન કરવા અપીલ પણ કરી છે.

ટ્રાફિક વિભાગની સતત ડ્રાઈવ

તો બીજી તરફ ટ્રાફિક વિભાગે ઓવર સ્પીડે વાહન હંકારતા લોકો સામે ડ્રાઈવ કરી અનેક લોકોને દંડ ફટકાર્યો હતો. તો નો પાર્કિંગ અને રોંગ સાઈડે વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી ચાલુ છે. એસ જી હાઇવે અને રિંગ રોડ પર હેલ્મેટ અને સીટ બેલ્ટ માટે ડ્રાઈવ શરૂ કરી છે. એટલે કે ટ્રાફિક નિયમ પાલન થાય માટે ટ્રાફિક વિભાગ સતત એક્સશનમાં છે. લોકો નિયમ પાલન કરતા થાય ત્યાં સુધી સતત ડ્રાઈવ શરૂ રાખવા ટ્રાફિક DCPએ ખાતરી આપી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">