વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 36 જંક્શન પર ટ્રાફિક નિયમન માટે લગાવાઈ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુઓ Video

વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 36 જંક્શન પર ટ્રાફિક નિયમન માટે લગાવાઈ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 6:51 AM

મહાનગરોમાં દિવસેને દિવસે વધી રહેલા ટ્રાફિકના ભારણને ઘટાડવા તરફીક પોલીસ હવે મેદાને પડી છે ત્યારે હવે આધુનિક તકનીકો સાથે પોલીસ રસ્તા પર પાર્ક થતાં ગેરકાયદેસર વાહનો પર નજર રાખશે. જોકે જરુર જણાય તો પબ્લિક એડ્રેસ સિસ્ટમ વડે સૂચનો પણ આપવામાં આવશે. જોકે કંટ્રોલ રૂમમાંથી કઈ રીતે પોલીસ ટ્રાફિકનું મોનિટરિંગ કરશે તે પણ જાણવા જેવી વાત છે.

Vadodara Police: વડોદરા શહેર ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ગેરકાયદે વાહનો પાર્કિંગ કરનારા લોકો પર નજર રાખવા CCTV કંટ્રોલ રૂમમાંથી જ ટ્રાફિક મોનિટરીંગ શરૂ કરાયું છે. 36 ટ્રાફિક જંક્શન પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવાઈ. નિયમભંગ કરનાર વાહનચાલકને સ્પીકર પર સૂચના આપવામાં આવે છે. એટલેકે આધુનિક તકનિકોનો ઉપયોગ કરી આ વડોદરા શહેરમાં હવે ગેરકાયદે પાર્ક થતાં અને અડચણ રૂપ વાહનો પર નજર રાખી જરૂરી કાર્યવાહી કરશે.

આ પણ વાંચો : Vadodara: વડોદરાના પરથમપુરા ગામે ખનીજ માફિયાઓએ અધિકારીઓના વાહનો પર હુમલો કર્યો, જુઓ Video

વડોદરા શહર ટ્રાફિક પોલીસ આધુનિક બની છે. મહત્વનુ છે કે વડોદરા શહેર માં કુલ 44 જંકશન પર 36 જંકશન પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા એનાઉન્સમેન્ટ કરી ગેરકાયદેસર પાર્ક કરતાં વાહન ચાલકોને ચેતવણી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. ટ્રાફિકના નિયમો નું ચુસ્ત પાલન થાય તે માટે વાહન ચાલકો ને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સૂચના અપાય છે. CCTV કંટ્રોલ રૂમ દ્વારા હવે ચાર રસ્તા પર તૈનાત ટ્રાફિક ટુકડીઓને પણ સૂચના અપાય છે.

 વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">