રથયાત્રા પૂર્વ ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, જાણો પ્રભુની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા ?

આજના દિવસની ધાર્મિક વિધિ પર નજર કરીએ તો,પરોઢીયે રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરાય છે. 8 વાગે નેત્રોત્સવનો પ્રારંભ થાય છે, જેમાં પરંપરાગત ધાર્મિક વિધિ(Ritual)  અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની વિધિ શરૂ થાય છે.

રથયાત્રા પૂર્વ ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, જાણો પ્રભુની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા ?
Netrotsav ritual of Lord Jagannath
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 29, 2022 | 7:27 AM

Ahmedabad : અમદાવાદમાં 145મી રથયાત્રા(Jagannath Rathyatra) પૂર્વે આજે મંદિરમાં પરંપરાગત વિધિ યોજાશે. જમાલપુર ખાતે જગન્નાથ મંદિરમાં (jagannath Temple) ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવશે. જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પહેલા પ્રભુની પૂજા-અર્ચના કરવામાં આવશે.આજના દિવસની ધાર્મિક વિધિ પર નજર કરીએ તો,પરોઢીયે રત્નવેદી ઉપર ભગવાનની પ્રતિષ્ઠા કરાય છે.8 વાગે નેત્રોત્સવનો પ્રારંભ થાય છે.જેમાં પરંપરાગત ધાર્મિક વિધિ(Ritual)  અને મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવની વિધિ શરૂ થાય છે.જ્યારે સવારે 10 કલાકે મંદિર પર ધ્વજારોહણ કરાશે.જ્યારે બપોરે 12 કલાકે ભંડારો યોજાશે.

આજના દિવસે જ કેમ નેત્રોત્સવ વિધિ યોજાય છે ?

આજના દિવસે જ કેમ નેત્રોત્સવ વિધિ યોજાય છે તે પણ જાણીએ. જળયાત્રા (jalyatra) બાદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા મામાના ઘરે ગયા હતા. ત્યારબાદ 15 દિવસ તેઓ મોસાળમાં મામાના ઘરે રોકાયા. જ્યાં તેમનું ભાવભર્યું  આગતા- સ્વાગતા કરવામાં આવી હતી. 15 દિવસ મામાના ઘરે ભાવતા તમામ ભોજન આરોગ્યા બાદ ભગવાનને આંખો આવી જાય છે.પછી જ્યારે પ્રભુ મંદિરમાં આવે છે ત્યારે તેમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.જેથી મંદિરમાં(Temple)  પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. જેમાં ભગવાન ઝડપથી સાજા થઇ જાય તે માટે મંત્રો સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને અષાઢી બીજે આંખો પરથી પાટા ખોલવામાં આવે છે.

ભગવાન જગન્નાથજીના નવા રૂપમાં દર્શન

આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. તેની બાદ મંગળા આરતી કરવામાં આવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati