AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાના દિવસે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદ રથયાત્રામાં(Rathyatra 2022) આતંકી હુમલાની દહેશતને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પહેલી જુલાઈએ સવારે 4 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં ડ્રોન(Drone)ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Rathyatra 2022 : અમદાવાદમાં રથયાત્રાના દિવસે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
Ahmedabad Rathyatra SecurityImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 10:33 PM
Share

Rathyatra 2022 : અમદાવાદ (Ahmedabad) શહેરમાં 01 જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની 145 રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે કોરોનાના બે વર્ષ બાદ રથયાત્રા નીકળવાની હોવાથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પહેલી જુલાઈએ સવારે 4 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં ડ્રોન(Drone)ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં જમાલપુર મંદિર થી લઇને રથયાત્રાના સમગ્ર રૂટ પર ભક્તોની મોટી ભીડ ઉમટવાની શકયતા છે. જેના પગલે શહેરમાં પોલીસ સહિત રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. તેમજ શહેરના મોટાભાગના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.

પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા  માટે શહેર પોલીસ સજ્જ છે. અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પગપાળા નીકળ્યા હતા અને સુરક્ષા  વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લીમ સમુદાયે હાર પહેરાવીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતુ.મહત્વનું છે કે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આ વર્ષે પહેલીવાર પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે.હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો ખડેપગે રહેશે.તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે.

આ રૂટ પણ નીકળશે જગન્નાથજીની રથયાત્રા

અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા(Rathyatra 2022) વહેલી સવારે 7 વાગે નિકળી જતી હોય છે, જે રથયાત્રામાં જમાલપુરથી ખમારા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને જગન્નાથ મંદિરે પરત ફરતી હોય છે.

Ahmedabad Rathyatra Security Bandodast

Ahmedabad Rathyatra Security Bandodast

રથયાત્રા તૈનાત પોલીસ બંદોબસ્ત

  1. IG/DIG – 9
  2. SP/DCP – 36
  3. ASP/ACP – 86
  4. PI – 230
  5. PSI – 650
  6. ASI/HC/PC/LR – 11800
  7. SRP – 19 કંપની (1330 પોલીસ જવાનો)
  8. CAPF/RAF કંપની – 22 (1540 પોલીસજવાનો)
  9. હોમગાર્ડ – 5725
  10. BDDS ટીમ – 9
  11. ડોગ સ્ક્વોડ – 13 ટિમો
  12. ATS ટીમ 1
  13. માઉન્ટેડ પોલીસ – 70
  14. નેત્ર ડ્રોન કેમેરા – 4
  15. ટ્રેસર ગન – 25
  16. મોબાઈલ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ કાર – 4

પોલીસે અત્યારથી રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કરી દીધુ

શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજાનો સમાવેશે આજે પણ સંવેદનશીલ વિસ્તારમાં થાય છે. જેને લઇને આ વિસ્તારોમાં 100થી વધુ હાઈ રિઝયોલુશન  વાળા કેમેરા,બોડીઓન કેમેરા અને ડ્રોનથી બાજ નજર રાખવાંમાં આવશે..આ તમામ કેમેરાનું મોનિટરીંગ કમિશનર કચેરીમાં આવેલા કંટ્રોલરૂમ, જગન્નાથ મંદિર અને તંબુ ચોકી ખાતે કરાશે.પોલીસે અત્યારથી રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ શરૂ કરી દીધુ છે..જોકે છેલ્લા એક મહીનાથ ધાબા ચેકિંગ, વાહન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">