Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાં ચોમાસાએ આપી દસ્તક, દક્ષિણ કોંકણ કિનારે ભારે વરસાદ
આખરે, ચોમાસું મહારાષ્ટ્ર (Southwest Monsoon) માં પ્રવેશી ચૂક્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કોંકણ (Konkan in Maharashtra)ના દક્ષિણ વિસ્તારોમાં જોરદાર દસ્તક આપી છે.
ગરમી વચ્ચે સૌ કોઈ વરસાદની રાહ આતુરતાથી જોતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના લોકોની આ રાહ હવે પુરી થઈ છે. આખરે, ચોમાસું મહારાષ્ટ્ર (Southwest Monsoon) માં પ્રવેશી ચૂક્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કોંકણ (Konkan in Maharashtra)ના દક્ષિણ વિસ્તારોમાં જોરદાર દસ્તક આપી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આની જાહેરાત કરી છે. હવામાન વિભાગે કોંકણ સહિત પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી કરી છે. છેલ્લા દસ દિવસથી સાનુકુળ વાતાવરણ ન હોવાને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી હતી. પરંતુ આજે (10 જૂન, શુક્રવાર) હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમનની માહિતી આપી હતી.
ગોવાની સરહદ પાર કરીને ચોમાસું દક્ષિણ કોંકણના વેંગુરલા પહોંચી ગયું છે. આ વખતે ચોમાસું તેના નિર્ધારિત સમયના બે દિવસ પહેલા એટલે કે 29મી મેના રોજ કેરળમાં પહોંચી ગયું હતું. આ દરમિયાન અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી મહારાષ્ટ્રમાં પાંચ-છ દિવસમાં ચોમાસું આવી જશે તેવો અંદાજ હતો. પરંતુ થોડા સમય બાદ ચોમાસાની ગતિ ધીમી પડી હતી. 31 મે સુધીમાં ચોમાસું કર્ણાટકના કારવાર અને ગોવા કરતાં થોડું વહેલું પહોંચી ગયું હતું. તે પછી તે વધારે આગળ વધી શક્યું ન હતું.
ત્યારબાદ ગુરુવારે હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ફરી એકવાર ચોમાસા માટે યોગ્ય વાતાવરણ તૈયાર થઈ ગયું છે અને તે 24 કલાકમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગની આ આગાહી સાચી સાબિત થઈ અને શુક્રવારે ચોમાસાએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો.
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, હવામાન વિભાગે કર્યું ટ્વિટ
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian sea, entire Goa, some parts of Konkan and some more parts of Karnataka. pic.twitter.com/JU5remwZsH
— India Meteorological Department (@Indiametdept) June 10, 2022
કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે
અરબી સમુદ્રમાંથી આવતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના ભેજયુક્ત પવનોને કારણે હાલમાં મહારાષ્ટ્રના કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસમાં કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. કર્ણાટકના મોટાભાગના ભાગોને આવરી લેતા ગોવામાં ચોમાસાના વરસાદે હાજરી આપી છે. આ પછી ચોમાસું દક્ષિણ કોંકણમાં વેંગુરલા પહોંચ્યું. હવામાન વિભાગે કહ્યું છે કે આનાથી આગળ પણ ચોમાસાની સફર માટે યોગ્ય વાતાવરણ તૈયાર છે.
આજ પછી ચોમાસા માટે વાતાવરણ યોગ્ય, હવામાન વિભાગની આગાહી
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian sea, entire Goa, some parts of Konkan and some more parts of Karnataka. pic.twitter.com/9mjgYaEyML
— Regional Meteorological Center,Mumbai (@RMC_Mumbai) June 10, 2022