પહેલા વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં આવી ગયા, છતાં હજી સરકારે ટેબ્લેટ આપ્યા નથી

પહેલા વર્ષના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં આવી ગયા, છતાં હજી સરકારે ટેબ્લેટ આપ્યા નથી
The Gujarat government has not given tablets to diploma college students for three years

રાજ્યમાં પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનાર હજારો વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત રૂ.1000માં ટેબ્લેટ આપવાની જાહેરાત 2019-20માં કરવામાં આવી હતી.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Oct 20, 2021 | 4:40 PM

AHMEDABAD : ગુજરાત સરકારે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને રૂ.1000ના ટોકનદરે ટેબ્લેટ આપવાની યોજના શરૂ કરી હતી. જો કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં આવી ગયા છતાં હજી સરકારે તેમણે ટેબ્લેટ આપ્યા નથી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20માં વિવિધ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ ટેબ્લેટના રૂ.1000 ભરી દીધા હોવા છતાં આજ સુધી ટેબલેટ મળ્યાં નથી. આ અંગે નોલેજ કન્સોર્ટરીયમ ઓફ ગુજરાત (KCG)એ અગાઉ ઓગષ્ટ માસ સુધીમાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. ઓગષ્ટ માસ બાદમાં દિવાળી પહેલાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યાં નથી.

રાજ્યમાં પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનાર હજારો વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત રૂ.1000માં ટેબ્લેટ આપવાની જાહેરાત 2019-20માં કરવામાં આવી હતી. જેથી હજારો વિદ્યાર્થીઓએ રૂ.1000 તેમની કોલેજમાં ભરી પણ દીધા હતા. પરંતુ નિયત સમયમર્યાદામાં ટેબ્લેટ આપવામાં આવ્યાં નહોતા. જેથી વિદ્યાર્થીઓએ કોલેજમાં પૂછપરછ કરતા કોલેજોએ GTU માં પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. GTUમાં તપાસ કરતા તેણે KCGમાં પૈસા જમા કરાવ્યાનો જવાબ આપ્યો હતો. KCGમાં તપાસ કરી તો ત્યાંથી વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો સંતોષકારક જવાબ મળ્યો નથી.

બે વર્ષ વીતી ગયા અને ત્રીજું વર્ષ શરૂ થઇ ગયું હોવા છતાં ટેબ્લેટ ન મળવાના કારણે વિદ્યાર્થી અને વાલીઓ કોલેજો પર આવીને માથાકૂટ કરે છે. જેના લીધે કોલેજ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. આ અંગે એસોસીએશન ઓફ ગુજરાત એન્જીનીયરીંગ ટેકનોલોજિકલ ડીપ્લોમાં કોલેજીસે 15 દિવસમાં વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા અથવા તેમણે ભરેલા પૈસા વ્યાજ સાથે પરત આપવા માંગણી કરી છે.

આ પણ વાંચો : T20 World Cup 2021 : વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ તેની જાહેરાત કરવામાં આવશે

આ પણ વાંચો : Texas plane crash : ટેક ઓફ કરવાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું વિમાન, 3 ક્રૂ મેમ્બર્સ સહિત 21 મુસાફરો હતા સવાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati