Texas plane crash : ટેક ઓફ કરવાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું વિમાન, 3 ક્રૂ મેમ્બર્સ સહિત 21 મુસાફરો હતા સવાર

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં મંગળવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિમાન એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું હતું. જોકે, રાહતના સમાચાર એ હતા કે વિમાનમાં 3 ક્રૂ સહિત 21 મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

Texas plane crash : ટેક ઓફ કરવાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થયું વિમાન, 3 ક્રૂ મેમ્બર્સ સહિત 21 મુસાફરો હતા સવાર
A plane crashed shortly after takeoff on Tuesday in Texas.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 2:02 PM

અમેરિકાના ટેક્સાસ (Texas) રાજ્યમાં મંગળવારે એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash) બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિમાન એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું હતું. જોકે, રાહતના સમાચાર એ હતા કે વિમાનમાં 3 ક્રૂ સહિત 21 મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. આગ લાગે તે પહેલા વિમાન ક્રેશ થયા બાદ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા (Social Media) અને ટીવી પર અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો વિમાનમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકડોનેલ ડગ્લાસ પ્લેન મંગળવારે હ્યુસ્ટન એરપોર્ટ બ્રુકશાયરથી ઉડાન ભરી હતી, પરંતુ થોડા સમય બાદ એક મેદાનમાં ક્રેશ થયું હતું. વિમાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો, જ્યારે અન્ય સળગી ગયેલા અવશેષો પર પાણી છાંટવાથી આગ કાબૂમાં આવી હતી. એવું માનવામાં આવે છે કે વિમાન ચાહકોને હ્યુસ્ટન એસ્ટ્રોસ અને બોસ્ટન રેડ સોક્સ વચ્ચે પ્લે-ઓફ બેઝબોલ રમત જોવા માટે લઈ રહ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સદનસીબે, ક્રૂના ત્રણ સભ્યો સહિત તમામ 21 મુસાફરોને ડબલ એન્જિનવાળા જેટમાંથી સુરક્ષિત રીતે બહાર કાવામાં આવ્યા હતા, એમ ફાયર વિભાગે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. ઇમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર ટિમ ગિબ્સને કહ્યું કે મુસાફરો અને ક્રૂ ગભરાટમાં હતા અને બોર્ડમાં બેઠેલા દરેક લોકો સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે 10 ઓક્ટોબરના રોજ રશિયાના તાતારસ્તાન વિસ્તારમાં મેન્ઝેલિન્સ્કમાં વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 21 પેરાશૂટ ડાઇવર્સ સહિત કુલ 23 લોકો સવાર હતા. રિપોર્ટ્સ અનુસાર, 23 માંથી 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 16 લોકોના મોતની આશંકા છે.

આ પણ વાંચો –

આને કહેવાય વેપાર ! Apple એ લોન્ચ કર્યુ સ્ક્રિન સાફ કરવાનું કપડું, કિંમત એટલી કે EMI પણ કરાવી શકાય

આ પણ વાંચો –

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીનો વિવાદ, વર્ષ 2013 ડમીકાંડમાં પકડાયેલા સોહીલ જેરીયાની ભરતી માટે કરાઈ હતી ભલામણ

આ પણ વાંચો –

Aryan Drugs Case : આર્યનની ચેટ્સમાં થયો ચોંકાવનારો ખુલાસો ! પાર્ટી પહેલા આર્યને આ અભિનેત્રી સાથે ડ્રગ્સ સંબધિત વાતચીત કરી હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">