અમદાવાદમા લાયસન્સ વગર ચાલતી રેપિડો બાઇક ટેક્સી બંધ કરવા આરટીઓએ આપ્યો આદેશ
અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ ઓફિસર આર.એસ.દેસાઇએ કહ્યું કે, તેમને રેપિડો કંપની રજિસ્ટ્રેશન વગર અને ખાનગી ટુવ્હિલરનો ઉપયોગ કરી બાઈક ટેક્સી સર્વિસ ચલાવતી હોવાની ફરિયાદ મળી હતી.
તાજેતરમાં RTO વિભાગ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે. તેવામા જ અમદાવાદમાં લાયસન્સ વગર ચાલતી રેપિડો બાઇક અને ટેક્સી બંધ કરવા સુભાષબ્રિજ આરટીઓએ આદેશ આપ્યો છે. રેપિડો કંપનીએ બાઈક ટેક્સીની સર્વિસ માટે એગ્રીગેટર લાયસન્સ લીધુ ન હતું. જો કોઈ પણ કંપનીએ આ પ્રકારની સર્વિસ ચાલુ કરવી હોય તો આરટીઓનું લાયસન્સ મેળવવુ આવશ્યક છે.
આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદના સોલા બ્રિજ પર બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ કારચાલક ફરાર, જુઓ VIDEO
અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ ઓફિસર આર.એસ.દેસાઇએ કહ્યું કે, તેમને રેપિડો કંપની રજિસ્ટ્રેશન વગર અને ખાનગી ટુવ્હિલરનો ઉપયોગ કરી બાઈક ટેક્સી સર્વિસ ચલાવતી હોવાની ફરિયાદ મળી હતી. ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં આરટીઓના બે ઇન્સ્પેક્ટર સી.આઇ.મહેરા અને એસ.આર.પટેલે રેપિડો બાઇક સર્વિસની બે બાઈક બુક કરાવી હતી. પિકઅપ માટે આવેલા બંને બાઈકના નંબર કોમર્શિયલ નહીં હોવાની શંકા થઈ હતી.
આ પછી બાઈક ચાલકની પૂછપરછ કર્યા બાદ બંને બાઈકને ડિટેઇન કરવામા આવ્યા હતાં. આવી જ રીતે ચારેય બાઈક એક જ દિવસમાં ડિટેઇન કરવામાં આવ્યા હતાં અને તેમના પાસેથી 40 હજાર દંડ વસૂલ કર્યો હતો. રેપિડોએ એક કિલોમીટર દીઠ રૂપિયા 10 ભાડું વસૂલતી હતી. પરંતુ સર્વિસ અંગે સરકારી નિયમ મુજબ કોઇ રજિસ્ટ્રેશન કરાવ્યું નહતું.
ઈ-મેમો નહીં ભરનાર વાહનચાલકો પર અમદાવાદ પોલીસની તવાઈ
થોડા દિવસ અગાઉ અમદાવાદ પોલીસે આવા વાહન ચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરુ કર્યું હતું. પોલીસના એક અંદાજ મુજબ 20થી પણ વધુ વાહનચાલકો સૌથી વધુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા હતા. જે વાહન ચાલકોને અનેક વખત ઈ-મેમો મોકલાવ્યા બાદ પણ તેમને દંડ ભર્યો નથી.અમદાવાદ પોલીસે આવા લોકોની એક યાદી બનાવી RTO ઓફિસમાં મોકલી આપી હતી. પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા હતા. આવા વાહનચાલકો વિરુદ્ધ RTO લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી હતી.
આ અગાઉ અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક વિભાગ દ્વારા RTO કચેરી ખાતે 850 ઉપર અરજી લાયસન્સ રદ કરવા માટે મોકલી આપવામાં આવી હતી. જે 800 ઉપર અરજી પૈકી 700 ઉપર અરજીમાં કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ રદ્દ કરી દેવાયામા આવ્યા હતા.