Gujarati Video: અમદાવાદના ધમધમતા કાલુપુરમાં ટેમ્પોની આડમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, જુઓ Video
Ahmedabad: અમદાવાદના સતત ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશન નજીક Brts સ્ટેન્ડની પાસે 24 કલાક દારૂનુ વેચાણ થતુ હોવાનો દાવો છે. ટેમ્પોની આડમાં દારૂડિયાઓ દારૂ ખરીદે છે.
ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ માત્ર કાગળ પર. આ વાતની સાબિતી આપતા દ્રશ્યો ટીવીનાઈનના કેમેરામાં કેદ થયા. અમદાવાદના સતત ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશન પાસેના આ દ્રશ્યો છે.. જ્યાં લોકો ખુલ્લેઆમ, ભરબપોરે દેશીદારૂનું સેવન કરતાં કેમેરામાં કેદ થયા. નથી કોઈની રોકટોક, નથી કોઈનો ડર. કાલુપુર BRTS બસ સ્ટેન્ડની પાસે જ 24 કલાક સતત દારૂનું વેચાણ થતું હોવાનો દાવો છે.
ટેમ્પોની આડમાં અહીં જ દારૂડિયાઓ દારૂ ખરીદે છે, અહીં જ પીએ પણ છે.. એવો પણ આક્ષેપ છે કે, પોલીસને જાણકારી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. 20 રૂપિયામાં અહીં દેશીદારૂની પોટલી સરળતાથી મળી રહે છે. મોટાભાગનો મજૂર વર્ગ અહીંથી પસાર થાય છે, અને દેશીદારૂનું સેવન કરતા હતા.
ખુલ્લેઆમ વેચાતા દારૂની જાણકારી પોલીસને આપ્યાના દોઢ કલાક બાદ પોલીસ જાગી. ત્યાં સુધી દારૂડિયાઓ તો ભાગી છુટ્યા હતા. જો કે, રહી રહીને જાગેલી પોલીસે આખરે કાર્યવાહી કરી. જ્યાં દારૂ વેચાતો હતો, ત્યાં તપાસ કરી. પોલીસને દેશી દારૂની પોટલીઓ પણ મળી. ઝોન-3 ડીસીપી સ્કોર્ડની ટીમે બુટલેગર કાંતિ બદાને પકડી પાડ્યો છે. અને પોલીસે દેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
જો કે, સવાલ એ છે કે, અમદાવાદ શહેરમાં આવા કેટલા સ્થળે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે? કેટલા વિસ્તારમાં પોલીસ દરોડા પાડી આવા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવશે?