સાબરમતી જેસલમેર એક્સપ્રેસ ટ્રેનનું મારવાડ મથાનિયા અને ઓસિયાં સ્ટેશનો પર સ્ટોપેજ
સાબરમતી -જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક અસરથી વિવિધ સ્ટોપેજ અપાશે. ટ્રેન નં. 14804 અને ટ્રેન નંબર 14803 આ બે ટ્રેનો દોડાવાશે.
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 14804/14803 સાબરમતી -જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને તાત્કાલિક અસરથી 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે મારવાડ મથાનિયા અને ઓસિયાં સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નં. 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસનો મારવાડ મથાનિયા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો નો સમય 07:32/07:34 રહેશે અને ઓસિયાં સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 08:00/08:02 રહેશે.
- ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો ઓસિયાં સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 19:14/19:16 કલાકે તથા મારવાડ મથાનિયા સ્ટેશન પર આગમન પ્રસ્થાનનો સમય 19:36/19:38 કલાકનો રહેશે.
ટિકિટ વેન્ડીંગ મશીન ફેસિલિટેટરની પસંદગી માટે અરજીની મંગાવાઈ
અમદાવાદ ડિવિઝન પર સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન (એટીવીએમ) અનરિઝર્વ્ડ ટિકિટ વેચવા માટે ફેસિલિટેટરની પસંદગી માટે અરજીની મંગાવાઈ છે. અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, મણીનગર, સાબરમતી, કલોલ, મહેસાણા, પાટણ, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશનો પર સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન એટીએમ માટે સંયોજક અથવા ફેસિલિટેટરની પસંદગી માટે સેવાનિવૃત્ત ગ્રુપ C/D રેલવે કર્મચારીઓ પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વિયેતનામથી આવતા દર્દીને અમદાવાદથી વડોદરા સારવાર માટે લાવવા બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોર
સ્વચાલિત ટિકિટ વેન્ડીંગ મશીન (એટીવીએમ) મારફતે ટિકિટ આપવા માટે યોગ્ય સેવાનિવૃત્ત રેલવે કર્મચારીઓ 23 માર્ચ સુધી પોતાની અરજી સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, નરોડા રોડ, અસારવા, અમદાવાદમાં 10.30 કલાક થી સાંજે 5 કલાક સુધી કામકાજના દિવસોમાં જમા કરાવી શકે છે. વધુ માહિતી માટે સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની કાર્યાલયમાં સંપર્ક કરવા પણ જણાવ્યુ છે. યાત્રીઓને ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…