Ahmedabad: ભાજપના કાર્યકરો માટેના રાજ્યવ્યાપી CPR ટ્રેનિંગ અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

Ahmedabad: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. આવી ઘટનાઓમાં જો અગાઉથી જાણ થઈ જાય તો CPR આપી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. જેને ધ્યાને રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય વ્યાપી CPR ટ્રેનિંગ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓને પણ CPR તાલીમ આપવામાં આવશે.

Ahmedabad: ભાજપના કાર્યકરો માટેના રાજ્યવ્યાપી CPR ટ્રેનિંગ અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2023 | 1:37 PM

રાજયમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટકના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આવા વિકટ સમયે જો વ્યક્તિને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. આજ હેતુથી ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકરો માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન કર્યું છે. અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં એક તાલિમ શિબિરમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા, અને તેમણે સીપીઆર વિષે માહિતી મેળવી લોકોને જાગૃત કર્યા હતા. રાજ્યની 38 મેડિકલ કોલેજમાં ભાજપના કાર્યકર્તાઓને એક સાથે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં 1200 ડોક્ટર જોડાયા છે. જોઇએ આ જીવન રક્ષક સીપીઆર શું છે.

CPR ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય?

સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવી તેની નાડી તપાસો. જો પલ્સ સતત ઘટે, વ્યક્તિ બેભાન થાય તો તરત જ CPR આપો. CPR આપવા માટે તમારા હાથને લોક કરો. બંને હાથને એકબીજા પર રાખો, આંગળીઓને એકબીજા સાથે જોડી દો. તમારો હાથ દર્દીની છાતીની મધ્યમાં રાખો અને છાતીને કંપ્રેસ કરો. કંપ્રેસ ઝડપથી કરવું જોઈએ, એક મિનિટમાં લગભગ 100 વખત છાતીને દબાવવી પડે.

દર્દી શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી કંપ્રેસ કરવાનું ચાલુ રાખો. દરમિયાન મોંથી મોં વચ્ચે શ્વાસ આપવાનો પ્રયાસ કરો. CPR હૃદયમાં લોહીનો પ્રવાહ વધારશે, જે દર્દીનો જીવ બચાવી શકે છે. CPR આપતી વખતે એમ્બ્યુલન્સ બોલાવો અને દર્દીને હોસ્પિટલમાં મોકલો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Gujarati Video: હાર્ટ એટેકના વધી રહેલા જોખમ મુદ્દે વિધાનસભામાં મહત્વનો નિર્ણય, ધારાસભ્યોના મત વિસ્તારમાં કરાશે CPR તાલીમ કાર્યક્રમની વ્યવસ્થા

ઈમરજન્સી મેડિકલ ડે નિમીત્તે રાજ્યવ્યાપી CPR ટ્રેનિંગ અભિયાનનો પ્રારંભ

ઇમરજન્સી મેડિકલ ડે’ નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા ‘કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણે સૌએ તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ જોયા છે કે કોવિડની મહામારી બાદ નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં 10 થી 20 મિનિટના ‘ગોલ્ડન ઓવર’માં જો દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે. ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા ‘કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">