AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેડમિન્ટન રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત, નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો

ભારતમાં મૃત્યુના પાંચમા ભાગના મૃત્યુ હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ અને સ્ટ્રોકને કારણે થાય છે. જેમાં યુવા વર્ગનો પણ સમાવેશ થાય છે. કેટલાક રિપોર્ટમાં તેને પ્રદૂષણ સાથે પણ જોડવામાં આવ્યો છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તેના ઘણા કારણો છે અને તે બધા પ્રદૂષણને કારણે નથી.

બેડમિન્ટન રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત, નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 12:37 PM
Share

કેટલાક દિવસોથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. તેલંગાણામાં છેલ્લા એક સપ્તાહમાં હાર્ટ એટેકના કારણે 4 લોકોના મોત થયા છે. તાજેતરનો કિસ્સો હૈદરાબાદના સિકંદરાબાદના લાલાપેટમાં સામે આવ્યો છે, જ્યાં બેડમિન્ટન રમતા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતકનું નામ શ્યામ યાદવ હતું અને તેની ઉંમર 38 વર્ષ હતી. આ ઘટના બાદ લોકો ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છે કારણ કે દેશમાં 20-40 વર્ષની વયજૂથના લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.

જીમ કરતી વખતે 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું મોત

તેલંગાણામાં છેલ્લા એક સપ્તાહમાં યુવાનોમાં હાર્ટ એટેકના 5 કેસ નોંધાયા છે. હૈદરાબાદના જૂના શહેરમાં એક લગ્ન સમારંભ દરમિયાન અચાનક એક યુવક નીચે પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. અન્ય એક કેસમાં હૈદરાબાદમાં જ જીમ કરતી વખતે 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું હતું. તેમને પણ હાર્ટ એટેક આવ્યો હતો.

હૈદરાબાદમાં બસમાંથી ઉતરતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો

ત્રીજો કિસ્સો 19 વર્ષના છોકરાનો સામે આવ્યો. ડાન્સ કરતી વખતે તે પડી ગયો હતો. જોતજોતાની સાથે જ તે મૃત્યુ પામ્યો હતો. ચોથા કેસમાં હૈદરાબાદમાં બસમાંથી ઉતરતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. ટ્રાફિક પોલીસે સીપીઆર આપીને તેનો જીવ બચાવ્યો હતો. પાંચમો કેસ લાલાપેટમાં બેડમિન્ટન રમતા શ્યામ યાદવનો છે. શ્યામ યાદવ ઓફિસેથી પાછા ફર્યા બાદ દરરોજ બેડમિન્ટન રમતા હતા. મંગળવારે સાંજે તે પણ રમતા રમતા પડી ગયો અને મૃત્યુ પામ્યો.

તેલંગાણા સરકાર પોલીસને CPR ટ્રેનિંગ આપી રહી છે

તેલંગાણામાં હાર્ટ એટેકના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રાલય હૈદરાબાદમાં પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રાફિક કોન્સ્ટેબલોને CPRની ટ્રેનિંગ આપી રહ્યું છે, જેથી જો તેઓ રસ્તા પર કોઈને જુએ તો તેમનો જીવ બચાવી શકાય. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) અનુસાર, ભારતમાં મૃત્યુના પાંચમા ભાગના મૃત્યુ હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ અને સ્ટ્રોકને કારણે થાય છે. જેમાં યુવા વર્ગનો પણ સમાવેશ થાય છે. કેટલાક રિપોર્ટમાં તેને પ્રદૂષણ સાથે પણ જોડવામાં આવ્યો છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તેના ઘણા કારણો છે અને તે બધા પ્રદૂષણને કારણે નથી.

g clip-path="url(#clip0_868_265)">