Ahmedabad: રાજ્યમાં પ્રથમવાર સિવિલ હોસ્પિટલમાં બજાણિયા પરિવાર દ્વારા કરાયુ નાના આંતરડાનું અંગદાન

|

Jul 26, 2022 | 1:34 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાન ઝુંબેશમાં પ્રથમવાર રાજ્યમાં નાના આંતરડાનું દાન મળ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરના બજાણિયા પરિવાર દ્વારા આ દાન કરવામાં આવ્યુ છે.

Ahmedabad: રાજ્યમાં પ્રથમવાર સિવિલ હોસ્પિટલમાં બજાણિયા પરિવાર દ્વારા કરાયુ નાના આંતરડાનું અંગદાન
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર મળ્યુ નાના આંતરડાનું દાન

Follow us on

રાજ્યમાં અંગદાનની ઝુંબેશ દિવસેને દિવસે વધુ જાગૃતિ લાવી રહી છે અને વધુ લોકો અંગદાન (Organ Donatio) કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. આ જ કડીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને (Civil Hospital) પોતાની આ અંગદાનની ઝુંબેશ દરમિયાન પ્રથમવાર નાના આંતરડાનું દાન મળ્યુ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ રાજુભાઈ બજાણિયાના 7 મીટર લાંબા નાના આંતરડા (Small Intestine)નું અને બંને કિડનીનું પરિવારની સંમતિથી દાન કરવામાં આવ્યુ છે. શરીરના સૌથી લાંબા અંગ ગણાતા નાના આંતરડાનું દાન ગુજરાતના દાન મળ્યુ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ આંતરડાને મુંબઈના ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 54 વર્ષના દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરવામાં આવ્યુ છે. સમગ્ર દેશમાં નાના આંતરડાના દાન દ્વારા પ્રત્યાર્પણના પણ માત્ર 14 કેસ નોંધાયા છે.

ગાંધીનગરના દહેગામમાં રહેતા 25 વર્ષિય રાજુભાઈ બજાણિયાને માર્ગ અકસ્માત નડતા તેમને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે 22 જૂલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 વર્ષિય રાજુભાઈને સારવારના અંતે તબીબો દ્વારા 24મી જૂલાઈએ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ બજાણિયા પરિવારે બ્રેઈનડેડ રાજુભાઈના અંગોનું દાન કરવાનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાઈવલના પ્રયત્નો હાથ ધર્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા 25 વર્ષિય રાજુભાઈ સ્વસ્થ હોવાથી તેમના મહત્તમ અંગોના દાન મળવાની શક્યતા હતી. પરંતુ અંગદાનના જરૂરી માપદંડોને બંધબેસતા રિટ્રાઈવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને ગુજરાતના અંગદાનના ઈતિહાસમાં પ્રથમવાર નાના આંતરડાનું દાન મળ્યુ હતુ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ. રાકેશ જોષીનું કહેવું છે કે, નાના આંતરડાનું દાન મેળવવું અત્યંત જટીલ પ્રક્રિયા છે. મોટાભાગે યુવાન બ્રેઇનડેડ દર્દીના અંગદાનમાં જ નાના આંતરડાનું દાન મેળવવું શક્ય બને છે. આ અગાઉ પણ 2 થી 3 દર્દીઓમાં નાના આંતરડાનું દાન મેળવવાની મહેનત હાથ ધરી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. રાજુભાઈ સ્વસ્થ હોવાથી તેમનું આંતરડુ તમામ માપદંડોમાં બંધબેસતુ હતું. વધુમાં જે દર્દીમાં આ આંતરડાનું પ્રત્યારોપણ કરવાનું હતુ તે દર્દીના આંતરડાની સાઈઝ સાથે રાજુભાઇના અંગદાનમાં મળેલા આંતરડાની સાઇઝ બંધબેસતા આખરે નાના આંતરડાનું દાન મેળવવામાં સફળતા મળી છે.

સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી વખત પોતાની કુશળતાનો પરચો બતાવીને અત્યંત જટીલ અને અશક્ય કહી શકાય તે પ્રકારની રીટ્રાઈવલ સર્જરી હાથ ધરીને અન્યને નવજીવન આપ્યું છે. સિવિલ હોસ્પિટલના ડૉ. નિલેશ કાછડીયા સમગ્ર વિગતો આપતા દર્શાવે છે કે 600થી 700 સે.મી.ની લંબાઈ ધરાવતા નાના આંતરડાને બ્રેઈનડેડ વ્યક્તિના શરીરમાંથી રીટ્રાઈવ કરવું અત્યંત પડકારજક હોય છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોને સફળતા મળી છે. ખોરાકના ચયાપચનની ક્રિયાની શરૂઆત જ નાના આંતરડાથી થાય છે. જેના માધ્યમથી જરૂરી પોષક તત્વો લીવર સુધી પહોંચતા હોય છે. જેના પરથી સમજી શકાય કે નાના આંતરડાની તકલીફના પરીણામે ચયાપચન અને જમવાની પ્રક્રિયા વ્યક્તિ માટે મુશ્કેલ બની જાય છે.

નાના આંતરડાને પ્રત્યારોપણ કરવાની જરૂર ક્યારે પડે છે?

શરીરના તમામ અંગોમાંથી સૌથી લાંબુ અને મહત્વનું અંગ એટલે નાનું આંતરડુ. શરીરમાં 95 ટકા પોષક તત્વોને પચાવીને પાછા ખેંચવાનું કામ નાનું આંતરડું કરે છે. ઘણી વખત લોહીના ગઠ્ઠા પડી જવા એટલે કે થ્રોમ્બોસીસ થઈ જવાથી જેવા કારણોથી આંતરડાની સફેદ નસમાં બ્લોક થઇ જાય છે અથવા તો ઇજાના કારણે તૂટી જાય છે. ઘણી વખત આંતરડામાં વળ ચળી જાય અને આંતરડુ કાળુ પડી જાય. આ બધા કારણોસર આંતરડાની લંબાઈ 25 સે.મી.થી ઓછી થઇ જાય છે. તેવી પરિસ્થિતિમાં વ્યક્તિની ચયાપચન કરવું અત્યંત મુશકેલ બની રહે છે. આવી પરિસ્થિતિમાં નાના આંતરડાનું પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ રહે છે. અન્ય વિકલ્પમાં ધોરી નસથી દર્દીને ખોરાક આપવાની જરૂર ઉભી થાય છે. જે નિયમિતપણે અત્યંત મુશકેલ અને ખર્ચાળ છે.

નાના આંતરડાનું દાન ક્યારે મળી શકે?

અંગના ડોનર અને અંગ લેનાર વ્યક્તિના આંતરડાની સાઈઝ મેચ થતી હોય. આંતરડુ સ્વસ્થ હોય. વધારે સોજા કે ચરબી વાળુ ન હોય. આ તમામ પરિસ્થિતિ બંધબેસતા જ આંતરડાનું પ્રત્યારોપણ શક્ય બને છે. નાના આંતરડાની પ્રત્યારોપણની જરૂરિયાત ધરાવતા દર્દીને શક્ય એટલું જલ્દી આંતરડું મળે, ત્યારે જ તેનું જીવન બચાવવું શક્ય છે. જે કારણોસર જ સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનો 14મો કિસ્સો છે.

Published On - 10:00 pm, Mon, 25 July 22

Next Article