AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તીસ્તા અને શ્રીકુમાર બાદ સંજીવ ભટ્ટનો વારો, પાલનપુર જેલમાંથી કબજો લેવાશે

ગુજરાત ATS દ્વારા તીસ્તા શેતલવાડની મુંબઈથી ધરપકડ કરી દેવામાં આવી છે અને તેમે અમદાવાદા લાવીને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. નિવૃત પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમારને પણ પકડી પણ લેવામાં આવ્યા છે.

તીસ્તા અને શ્રીકુમાર બાદ સંજીવ ભટ્ટનો વારો, પાલનપુર જેલમાંથી કબજો લેવાશે
Sanjeev Bhatt will be taken from Palanpur Jail
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 5:12 PM
Share

ગોધરાકાંડ (Godhra riots) બાદ થયેલાં રમખાણો મુદ્દે સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ને ક્લિનચિટ આપી હતી. જેને જાકિયા જાફરી દ્વારા પડકારવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે જાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી છે અને કાયદાકીય પ્રક્રિયાનો દૂરુપયોગ કરનારી અત્યાર સુધી આ કેસને લંબાવનારાઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેને પગલે અમદાવાદ (Ahmedabad)  ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર. બી. શ્રીકુમાર સામે ફરિયાદ નોંધી હતી. જે પૈકી તિસ્તા સેતલવાડની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા મુંબઇથી કરવામાં આવી હતી અને હાલમાં તેને લાવીને ક્રાઇમ બ્રાંચને સોપણી કરવામાં આવી છે. સાથે જ નિવૃત પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમારને પણ પકડી લેવામાં આવ્યા છે અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સંજીવ ભટ્ટ અત્યારે જેલમાં હોવાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમનો કબજો મેળવશે.

ગુજરાત ATS દ્વારા તીસ્તા શેતલવાડની મુંબઈથી ધરપકડ કરી દેવામાં આવી છે અને તેમે અમદાવાદ લાવીને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. નિવૃત પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમારને પણ પકડી લેવામાં આવ્યા છે બાદ હવે પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે ગાળિયો કસાયો છે. પાલનપુરની સબજેલમાંથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લવાશે. NDPS કેસમાં પાલનપુરની સબ જેલમાં હાલ પૂર્વ IPS સંજીવ ભટ્ટ બંધ છે.

શું હતી સમગ્ર ઘટના?

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ મુદ્દે SITએ આપેલી ક્લિનચીટ મુદ્દે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજીકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનું ખોટા હેતુ માટે શોષણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે SIT તપાસની પ્રશંસા કરી હતી સાથે જ કહ્યું હતું કે જેટલા લોકો કાયદા સાથે રમત રમે છે તેમના વિરૂદ્ધ પગલાં લેવાં જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ લઈને કહ્યું કે, તેના વિરૂદ્ધ તપાસની જરૂર છે. મહત્વનું છે કે, 2002ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારી સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી અરજી કરી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમા તિસ્તા સામે નવી FIR દાખલ

તિસ્તા સેતલવાડને મુંબઇમાં તેના જુહુમા આવેલા ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. તિસ્તાનો કબજો લેવા માટે ગુજરાત ATSની બે ટીમો તપાસ માટે પહોંચી હતી. જેમાં એક ટીમ પોલીસ સ્ટેશનમાં હતી અને બીજી ટીમ જુહુમાં તિસ્તાના ઘરે મુંબઈ પોલીસ અધિકારીઓ સાથે પહોંચી હતી.

કોણે નોંધાવી ફરિયાદ?

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે ઇન્સ્પેક્ટર ડી.બી. બરાડે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આઇપીસીની કલમ 468, 471,194, 211, 218, 120(બી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે કરી હતી ટકોર

સુપ્રીમ કોર્ટે ગત રોજ ટકોર કરી હતી કે વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરા ખાતે સાબરમતી ટ્રેન સળગાવવાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો અંગે ખોટા, નકલી અને જ્વલનશીલ નિવેદનો કરનારા ગુજરાતના અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવું અવલોકન સુપ્રીમ કોર્ટે શુકવારે કર્યું છે.

Follow Us
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
g clip-path="url(#clip0_868_265)">