AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આપ કોરોના વેક્સિન ટ્રાયલમાં સ્વયંસેવક બનવા માંગો છો? તો જાણી લો તમારે આટલું કામ કરવું પડશે

કોરોના વાઈરસની ભારતમાં સૌપ્રથમ વિક્સીત કરાયેલી વેક્સિનના ત્રીજા તબક્કાનું ક્લિનીકલ ટ્રાયલ અમદાવાદની સોલા સ્થિત GMERS હોસ્પીટલ ખાતે શરૂ થઈ ગયું છે. પહેલા પાંચ સ્વયંસેવકોને પહેલો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં ભારતભરમાં અલગ અલગ 22 જગ્યાઓ પર 26 હજાર સ્વયંસેવકો સાથે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે દેશભરની COVID-19ની દવાની […]

શું આપ કોરોના વેક્સિન ટ્રાયલમાં સ્વયંસેવક બનવા માંગો છો? તો જાણી લો તમારે આટલું કામ કરવું પડશે
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 28, 2020 | 6:20 PM
Share

કોરોના વાઈરસની ભારતમાં સૌપ્રથમ વિક્સીત કરાયેલી વેક્સિનના ત્રીજા તબક્કાનું ક્લિનીકલ ટ્રાયલ અમદાવાદની સોલા સ્થિત GMERS હોસ્પીટલ ખાતે શરૂ થઈ ગયું છે. પહેલા પાંચ સ્વયંસેવકોને પહેલો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં ભારતભરમાં અલગ અલગ 22 જગ્યાઓ પર 26 હજાર સ્વયંસેવકો સાથે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે દેશભરની COVID-19ની દવાની સૌથી મોટી ક્લિનીકલ ટ્રાયલ છે. આ ટ્રાયલ હજુ 10 મહિના સુધી ચાલશે. જો તમે ટ્રાયલનો ભાગ બનવા માંગતા હોવ તો તમારે પહેલા એ જાણી લેવું જરૂરી છે કે સ્વયંસેવક બનવા માટે શું કરવાની જરૂર છે.

Shu aap corona vaccine trial ma swayam sevak banva mango cho to jani to tamare aatlu kam karvu padse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સૌપ્રથમ તો તમે 18 થી 60 વર્ષની ઉંમરના સ્વસ્થ વ્યકિત હોવા જોઈએ. એક ઈન્વેસ્ટીગેટરે નામના જાહેર કરવાની શરતે જણાવ્યું કે “સ્વયંસેવક બનવા માંગતો હોવ તો COVID-19 પોઝીટીવ પણ ના હોવા જોઈએ. તે સાથે જ જે વ્યકિત સ્વયંસેવક COVID-19થી સંક્રમિત થયા બાદ રિકવર થયેલા પેશન્ટ હોય તો પણ માન્ય નહીં ગણાય. સ્વયંસેવક એચઆઈવી પોઝીટીવ કે હિપેટાઈટીસ સંક્રમિત પણ ના હોવો જોઈએ. જો કોઈ મહિલા સ્વયંસેવિકા બનવા માંગતી હોય તો તે ગર્ભવતી ના હોવી જોઈએ અને ટ્રાયલ દરમ્યાન ગર્ભધારણના કરવી જોઈએ. જેટલા લોકો સ્વયંસેવક છે તેમાંથી 20 ટકા સ્વયંસેવકો જ ડાયાબિટીસ અને બીપીના દર્દી છે અને તે પણ સેટ કરેલા ક્રાઈટએરિયા મુજબ નિયંત્રીત ડાયાબીટીસ અને બીપી ધરાવતા હોય તે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેવી રીતે બનવું સ્વયંસેવક?

જો બધા જ ક્રાઈટએરિયામાં સેટ થતાં હોય તો તે વ્યકિત અમદાવાદની સોલા સિવિલ હોસ્પીટલ ખાતે GMERS હોસ્પીટલના ઓપીડી વિભાગમાં જઈ શકે છે. ત્યાં જઈને રૂમ નં 1માં મળીને જે તે વ્યકિત ક્લિનીકલ ટ્રાયલના સ્વયંસેવક બનવા માટે જાણ કરી શકે છે. જો વ્યકિત સ્ક્રિનીંગ ટેસ્ટમાં પાસ થાય તો તેને અન્ય બીજી જરૂરી જાણકારી તે જ જગ્યાએથી આપવામાં આવશે. જો વ્યકિત ટ્રાયલ માટે સિલેક્ટ થઈ જશે તો એક જ કલાકમાં ટ્રાયલની પ્રોસેસ પુરી થઈ જશે અને ડોઝ આપ્યા બાદ 30 મિનિટ સુધી તેમણે બેસવું પડશે. દરેક સ્વયંસેવકને 10 એમએલનું ઈન્ટ્રામસ્ક્યુલર ઈન્જેક્શન પહેલા દિવસે આપવામાં આવશે અને બાદમાં બીજુ 28માં દિવસે અપાશે. જેના પર ટ્રાયલ થશે તેને 10 મહિના સુધી દર મહિને હોસ્પિટલમાં ચેકઅપ માટે આવવું પડશે. જેના માટે તેમને ટોકન એમાઉન્ટ પણ આપવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">