Gujarati NewsGujaratAhmedabadSaras Melo 2024 Organized in Ahmedabad with Vibrant Navratri Festival Inaugurated by Bhupendra Patel
અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ સાથે સરસ મેળો 2024 નું આયોજન, ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું ઉદ્ઘાટન
વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2024 જે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, હેલ્મેટ ચારસ્તા પાસે અમદાવાદ ખાતે આ વર્ષે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ, ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સરસ મેળો 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. 11 ઓકટોબર 2024 સુધી આ મેળો યોજાશે.
Follow us on
અમદાવાદ ખાતે નવરાત્રી દરમ્યાન સરસ મેળો 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના સ્વયં સહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરવામાં આવેલ અનોખી કળા અને હસ્તકલા દર્શાવે છે. આ મંચ દ્વારા ગ્રામીણ મહીલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળે છે.
આ સરસ મેળાનું થીમ પેવિલિયનએ ગુજરાતની ઉત્ક્રુષ્ઠ કલાવારસાની ઉજવણી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહીલાઓની હસ્તકલા વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાત ના સખી મંડળો થકી ઉત્પાદિત ચીજ -વસ્તુઓનો ડિજિટલ કેટલોગ નો લોકાર્પણ પણ અહીં કરવામાં આવ્યું છે.
સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટની વસ્તુઓનું પ્રદર્શન કરતા’થીમ પેવેલિયન’ તથા ‘સખી આર્ટિસ્ટ્રી’ પ્રોડક્ટ કેટલોગનું ઉદ્ઘાટન માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ પેવેલીયન 11 ઓકટોબર 2024 સુધી રહેશે. કુલ 450 ચોરસ મીટર વિસ્તારમાં ઊભી કરવામાં આવ્યું છે.
આ પેવેલિયનમાં 22 સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે.
સરસ મેળા યાદગિરી રૂપે એક આકર્ષક બ્રાન્ડિંગ ની જગ્યાએ ૨ ફોટો કોર્નર્સ છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકે છે. સરસ મેળાની ઓળખ સમુ “I Love Saras” ફોટોબૂથ ખાસ આકર્ષણ ધરાવે છે.
હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથે આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. અહીં ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા હાથ ધરાતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવામાં મળે તે માટે પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન મુકવામાં આવેલ છે.
2 ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી પ્રાપ્ત થશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે.