Breaking News : ‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ, મોંઘાદાટ પાસ છતાં સુવિધાઓ નહીં હોવાના આક્ષેપ, જુઓ Video
અમદાવાદના લપકામણમાં આવેલા ‘સફેદ પરિંદે’ ગરબામાં રૂ. 10,000 થી રૂ. 15,000ના પાસ લીધા હોવા છતાં ખેલૈયાઓને પૂરતી સુવિધાઓ ન મળતા ભારે રોષ વ્યાપ્યો છે.
અમદાવાદના લપકામણ નજીક આયોજિત ‘સફેદ પરિંદે’ ગરબામાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખેલૈયાઓએ રૂ. 10,000 થી રૂ. 15,000 સુધીના મોંઘાદાટ પાસ ખરીદ્યા હોવા છતાં તેમને જરૂરી સુવિધાઓ મળી ન હોવાની ફરિયાદ કરી છે. આ ગેરવહીવટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ખેલૈયાઓ જાતે ઓવનમાંથી પીઝા કાઢતા જોવા મળ્યા હોવાનો દાવો કરાયો છે.
પ્રથમ દિવસથી જ આયોજનમાં ખામીઓ જોવા મળી હતી. અનલિમિટેડ ફૂડની જાહેરાત છતાં ગરબા શરૂ થયાના બે કલાકમાં જ જમવાનું અને પીવાનું પાણી ખૂટી પડતા ખેલૈયાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આયોજકો અને કેટરિંગ સ્ટાફ ગાયબ થઈ ગયા હોવાના પણ આક્ષેપ છે. ટીવી9 ગુજરાતી જોકે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આયોજક આકાશ પટવાએ ફોન ન ઉપાડતા, આ ગરબા આયોજન પર ગંભીર સવાલો ઉભા થયા છે.
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો, ગ્રાહકે વીડિયો બનાવ્યો
