Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે યોજાશે જળયાત્રા, જુઓ Video

|

Jun 04, 2023 | 9:44 AM

રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. 108 જેટલા કળશ લઇને સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે.

Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે યોજાશે જળયાત્રા, જુઓ Video
Ahmedabad Jalyatra

Follow us on

Ahmedabad : અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રા (RathYatra) પૂર્વે રવિવારે જળયાત્રા (Jalyatra) યોજાશે. ત્યારે જળયાત્રાને લઇને મંદિરમાં સવારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આજે  યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેવાના છે.

આ પણ વાંચો- Ahmedabad: અમદાવાદમાં નામાંકિત હોસ્પિટલ દ્વારા નેશનલ કેર કોન્ફરન્સનું કરાયુ આયોજન, દેશભરના 400થી વધુ ડેલિગેટ્સ રહ્યા ઉપસ્થિત

રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. 108 જેટલા કળશ લઇને સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે. આ તમામ 108 કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવે છે. જે બાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. ત્યારે આ તમામ તૈયારીઓ મંદિરમાં આરંભી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સોમનાથ ભૂદરે ગંગા પૂજન

પુરાણોમાં સાબરમતી નદીનો કળિયુગી ગંગા તેમજ કશ્યપી ગંગાના નામે ઉલ્લેખ મળે છે. ત્યારે સોમનાથ ભૂદરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ ગંગા રૂપ સાબરમતીના નીરથી 108 કળશને ભરવામાં આવે છે. અને પછી શોભાયાત્રા એટલે કે જળયાત્રા મંદિર તરફ પ્રસ્થાન કરે છે.

જ્યેષ્ઠાભિષેકની વિધિ

108 કળશને નીજ ધામ લવાયા બાદ તેને પ્રભુની સન્મુખ મુકવામાં આવે છે. અને ત્યારબાદ જગન્નાથજીની જ્યેષ્ઠાભિષેકની વિધિનો પ્રારંભ થાય છે. જેમાં શંખની મદદથી પ્રભુ પર અભિષેક કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર પૂર્ણાહુતિ તરફ વધી રહેલી ગ્રીષ્મ ઋતુના સમયમાં પ્રભુને ઠંડક મળે તે માટે આ અભિષેક થતો હોય છે. આ અભિષેકમાં સર્વ પ્રથમ તો પ્રભુને 108 કળશમાં લવાયેલા શુદ્ધ જળથી શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુલાબજળ, ગંગાજળ અને કેસરથી સ્નાન કરાવાય છે.

આ સ્નાન બાદ પંચામૃતથી સ્નાન કરાવવાનું માહાત્મ્ય છે. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃત સ્નાન બાદ પ્રભુને ચંદન સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમને અત્તર મિશ્રીત જળથી પણ સ્નાન કરાવાય છે. આ તમામ સ્નાન પૂર્ણ થયા બાદ પ્રભુને પુન: શુદ્ધોદક સ્નાન કરાવવામાં આવે છે. સ્નાનવિધિ બાદ પ્રભુ પર દૂર્વા, તુલસી અને પુષ્પનો અભિષેક કરવામાં આવે છે.

(With Input, Jignesh Patel , Ahmedabad)

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:36 am, Sun, 4 June 23

Next Article