AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ મંડળે રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કર્યો, ફ્રેઇટ લોડિંગ આવકમાં રૂ. 1600 કરોડ કમાઇને નવો રેકોર્ડ બનાવ્યો

વિવિધ ક્ષેત્રોમાં બોર્ડ દ્વારા નીતિઓમાં મોટા ફેરફારો અને મહત્તમ માર્કેટિંગ પ્રયાસોને પરિણામે આવકમાં સતત વધારો થયો છે.

અમદાવાદ મંડળે રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કર્યો, ફ્રેઇટ લોડિંગ આવકમાં રૂ. 1600 કરોડ કમાઇને નવો રેકોર્ડ બનાવ્યો
Western Railway
Darshal Raval
| Edited By: | Updated on: Jun 28, 2022 | 5:32 PM
Share

પશ્ચિમ રેલવે (Western Railway) નું અમદાવાદ (Ahmedabad) મંડળ તેની આવક વધારવા માટે શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે. અને તેની ગતિ જાળવી રાખી છે. મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના સક્ષમ નેતૃત્વ હેઠળ, અમદાવાદ મંડળે 25 જૂન, 2022ના રોજ 86 દિવસમાં કુલ રૂ. 1900 કરોડની આવકનો આંકડો પાર કરી લીધો. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ. 1239.73 કરોડની સરખામણીએ 54% વધુ છે. અમદાવાદ મંડળે આ 86 દિવસમાં ફ્રેટ લોડિંગ (Freight loading)  આવકમાં રૂ. 1600 કરોડનો આંકડો પૂરો કરીને એક રેકોર્ડ બનાવ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં 1124.89 કરોડ જેમાં 42.53% નો વધારો થયો છે.

મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને માહિતી આપી હતી. કે મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના સક્રિય માર્કેટિંગ પ્રયાસો અને નીતિઓમાં ધરખમ ફેરફારોને કારણે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી છે.

મંડળ રેલ પ્રવક્તા અમદાવાદએ માહિતી આપતા જણાવ્યું કે, વિવિધ ક્ષેત્રોમાં બોર્ડ દ્વારા નીતિઓમાં મોટા ફેરફારો અને મહત્તમ માર્કેટિંગ પ્રયાસોને પરિણામે આવકમાં સતત વધારો થયો છે. અમદાવાદ મંડળમાં, 25 જૂન 2022ના રોજ ગાંધીધામ વિસ્તારમાંથી 2716 વેગન લોડ કરવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીમાં એક દિવસનું મહત્તમ લોડિંગ છે. જે 21 જૂન 2022ના અગાઉના શ્રેષ્ઠ લોડિંગ 2683 વેગન કરતાં 33 વેગન વધુ છે

આ દરમિયાન મંડળના ગાંધીધામ વિસ્તારમાંથી 25 જૂન 2022ના રોજ કુલ (56 રેક/2716 વેગનમાં), ખાતર નાં (14 રેક/732 વેગન), મીઠું (5 રેક/210 વેગન), કોલસો (10 રેક/585) વેગન), સોયા તેલ (1 રેક/42 વેગન), એલપીજી (1 રેક/31 વેગન), સ્ટીલ પાઇપ (1 રેક/46 વેગન), બેન્ટોનાઈટ પાવડર (1 રેક/45 વેગન) અને કન્ટેનર (23 રેક/1025 વેગન) લોડ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ- દરભંગા સ્પેશિયલ અને ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ ટ્રેન રદ્દ  રહેશે

ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી મંડળના ઝાંસી-કાનપુર સેન્ટ્રલ સિંગલ લાઇન સેક્શન પર પામાં  -રસુલપુર ગોગુમઉ-ભીમસેન સ્ટેશનો વચ્ચે ડબલિંગ સાથેના નોન -ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ અને ગાંધીનગર કેપિટલ-વારાણસી સાપ્તાહિક  એક્સપ્રેસ ટ્રેનો રદ્દ  રહેશે.

રદ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

  1. તારીખ 01 જુલાઈ અને 08 જુલાઈ 2022ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નં.09465 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક વિશેષ ટ્રેન રદ્દ રહેશે.
  2. તારીખ 04 જુલાઈ અને 11 જુલાઈ 2022 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 9466 દરભંગા-અમદાવાદ વિશેષ ટ્રેન રદ્દ રહેશે.
  3. તારીખ 07 જુલાઈ અને 14 જુલાઈ 2022ના રોજ ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ટ્રેન નં 22468 ગાંધીનગર-વારાણસી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે
  4. તારીખ 06 જુલાઈ અને 13 જુલાઈ 2022 ના રોજ વારાણસીથી ઉપડનારી  ટ્રેન નં 22467 વારાણસી ગાંધીનગર એક્સપ્રેસ રદ્દ  રહેશે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">