Ahmedabad: આ રણછોડભાઈ રક્તદાન ક્ષેત્રે જીંદગીના મેદાનમાં હંમેશા અગ્રેસર, દાળવડાની લારી ચલાવતા, જરૂરીયાતમંદોને 64 વખત બ્લડ ડોનેટ કર્યુ !

રક્તદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા રણછોડભાઈએ સમાજ, પરિવાર કે પછી VS હોસ્પિટલમાં જેને પણ જરૂર હોય તેવા ગરીબ વ્યક્તિઓને કોઈપણ અપેક્ષા વગર અને જાતિગત ભેદભાવ વગર તેમણે અત્યાર સુધી 64 વખત રક્તદાન કર્યું છે.

Ahmedabad: આ રણછોડભાઈ રક્તદાન ક્ષેત્રે જીંદગીના મેદાનમાં હંમેશા અગ્રેસર, દાળવડાની લારી ચલાવતા, જરૂરીયાતમંદોને 64 વખત બ્લડ ડોનેટ કર્યુ !
blood donation
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 24, 2023 | 3:06 PM

Ahmedabad: અમદાવાદમાં VS હોસ્પિટલની (V S Hospital) સામે દાળવડાની લારી ચલાવનાર રણછોડભાઈ બાબુજી ડિડવાણીયાએ અત્યાર સુધી 64 વખત બ્લડ ડોનેટ (Blood Donation) કરી જરૂરીયાતમંદોને મદદ કરી છે.

મદદ કરવાની ઈચ્છા શક્તિ હોય તો રૂપિયાની જરૂરિયાત હોતી નથી આ જ બાબતને જીવનમાં ઉતારનાર અનેક વ્યક્તિઓ સમાજમાં જોવા મળે છે, કોઈને મદદ કરવા માટે પૈસાવાળું હોવું જરૂરી નથી જો તમારી ઈચ્છા હોય તો સારા કર્મ કરીને પણ તમે બીજાને મદદરૂપ થઈ શકો છો.

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને ફક્ત 5 ધોરણ ભણેલા અને VS હોસ્પિટલની સામે દાળવડાની લારી ચલાવનાર વ્યક્તિ એટલે રણછોડભાઈ બાબુજી ડિડવાણીયાએ આ વાત સાબિત કરી છે.

ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List

આ પણ વાંચો Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન, 6 લોકોને મળ્યું નવજીવન

રણછોડભાઈએ 64 વખત કર્યું છે બ્લડ ડોનેટ

રક્તદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા રણછોડભાઈએ સમાજ, પરિવાર કે પછી VS હોસ્પિટલમાં જેને પણ જરૂર હોય તેવા ગરીબ વ્યક્તિઓને કોઈપણ અપેક્ષા વગર અને જાતિગત ભેદભાવ વગર તેમણે અત્યાર સુધી 64 વખત રક્તદાન કર્યું છે. તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારથી જેને પણ જરૂર પડી છે ત્યારે તેમણે જરૂરિયાત વ્યક્તિને નિસ્વાર્થ ભાવે બ્લડ ડોનેટ કર્યું છે. એવા ખટિક સમાજના અગ્રણી અને સરળ સ્વભાવનું વ્યક્તિવ ધરાવતા રણછોડભાઈ બાબુજી ડિડવાણિયાજીએ એમના જીવન કાળ દરમિયાન અત્યાર સુધી 63 વખત અને 14મી જૂન 2023ના રોજ 64મી વાર રક્તદાન કર્યું હતું.

આ પણ વાંચો Monsoon Breaking : ગુજરાતમાં ચોમાસુ બેસવાની તૈયારીમાં, 27 જૂનથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત થશે પ્રારંભ, જૂઓ Video

કામ ધંધો છોડીને જરૂરીયાતમંદોને લોહી આપવા કરવા દોડી જાય છે

રણછોડભાઈએ જણાવ્યું હતું કે તમે જ્યારે તમે સ્વસ્થ હોવ અને જરૂરિયાતના સમયે કોઈને મદદરૂપ થઈ શકે એવા સક્ષમ હોવ ત્યારે અવશ્ય મદદ કરવી જોઈએ. રણછોડભાઈ કામ ધંધો છોડીને જરૂરીયાતમંદોને લોહી આપવા કરવા દોડી જાય છે. કોઈપણ પ્રકારની અપેક્ષા વગર 64 વખત લોકોને મદદરૂપ થવાનો અવસર રણછોડભાઈને મળ્યો તે બદલ તે ભગવાનનો પાર માને છે. ભગવાને તેમને લોકોને મદદ કરવા યોગ્ય બનાવ્યા તે બાબતની તેમને ખુશી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">