AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: અહી નથી ચાલતો સરકારનો સિક્કો, જાણો TV9ના સ્ટીંગ ઓપરેશનના Videoમાં થયેલો ખુલાસો

વેપારીઓ અને ગ્રાહકોમાં એવી અફવા ફેલાઈ ગઈ છે કે 10નો સિક્કો ક્યાંય ચાલતો નથી.એટલે કોઈ નાના વેપારીથી લઈને મોટા વેપારી પણ રૂપિયા 10 નો સિક્કો સ્વીકારતાં નથી. કેટલાક વેપારીઓને ખબર છે કે સિક્કો ચલણમાં છે પરંતુ તેઓ પણ નથી સ્વીકારતાં.

Rajkot:  અહી નથી ચાલતો સરકારનો સિક્કો,  જાણો TV9ના સ્ટીંગ ઓપરેશનના Videoમાં થયેલો ખુલાસો
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 03, 2023 | 11:28 PM
Share

ગત રોજ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક પેટ્રોલ પંપમા રૂપિયા 10 નો ચલણી સિક્કો ન સ્વીકારવાની ઘટના સામે આવી હતી અને મામલો ગ્રાહક સુરક્ષા અને RBI સુઘી પહોંચ્યો હતો. ત્યારે Tv9ની ટીમે આ અંગે રાજકોટમાં પણ સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. સ્ટીંગ ઓપરેશનમાં જે ખુલાસા થયા તે જોઈ તમે પણ ચોંકી જશો. આ સ્ટિંગ ઓપરેશનમાં અનેક સવાલો એવા હતા જેના જવાબ ન તો વેપારી પાસે છે ન તો ગ્રાહક પાસે.

અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં એક પેટ્રોલ પંપમા રૂપિયા 10 નો ચલણી સિક્કો ન સ્વીકારવાની ઘટના સામે આવી હતી અને મામલો ગ્રાહક સુરક્ષા અને RBI સુઘી પહોંચ્યો હતો.ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં તો આખા શહેરમાં મોટા ભાગના વેપારીઓ અને ગ્રાહકો રૂપિયા 10નો સિક્કો નથી સ્વીકારતાં તેવા લોકોના અનુભવ સામે આવ્યા હતા. ત્યારે tv9 ની ટીમે પણ આ વાતને લઈને રિયાલિટી ચેક કર્યું હતું.

માહિતીના અભાવે નથી લોકો સ્વીકારતાં 10 નો સિક્કો

રાજકોટમાં વેપારીઓ અને ગ્રાહકોમાં એવી અફવા ફેલાઈ ગઈ છે કે 10નો સિક્કો ક્યાંય ચાલતો નથી.એટલે કોઈ નાના વેપારીથી લઈને મોટા વેપારી પણ રૂપિયા 10 નો સિક્કો સ્વીકારતાં નથી. કેટલાક વેપારીઓને ખબર છે કે સિક્કો ચલણમાં છે પરંતુ તેમની પાસેથી કોઈ ગ્રાહક અથવા અન્ય વેપારી નથી સ્વીકારતાં એટલે તેઓ પણ નથી સ્વીકારતાં.

આ પણ વાંચો: Ahmedabad: રૂપિયા 10ના સિક્કાની બબાલ, જમાલપુરમાં પેટ્રોલ પંપ ઉપર સિક્કો ન સ્વીકારાતા મામલો પહોંચ્યો ગ્રાહક સુરક્ષામાં

અમારા સંવાદદાતા જ્યારે ગ્રાહક બનીને દુકાને પહોંચ્યા તો વેપારીઓ સિક્કો ન સ્વીકારવા માટે બહાના આપી રહ્યા હતા. અમુક કહી રહ્યા છે કે કોઈ સિક્કો લેતું નથી તો જાગૃતિના અભાવે અમુક વેપારીઓ તો એવી અફવા ફેલાવી રહ્યા છે કે 10ના સિક્કા ચલણમાં જ નથી. પાનના ગલ્લા પર વેપારી સિક્કો ન લેવા માટે હાથ જોડી રહ્યા છે.

કદાચ કોઈ એક વેપારી સિક્કો સ્વીકારવાનો ઈન્કાર કરતા હશે તેમ માનીને સંવાદદાતા ગ્રાહક બની ફ્રૂટની લારીવાળા ભાઈ પાસે પહોંચ્યા તો તેમણે પણ સિક્કો લેવાની ના પાડી હતી.

એક જાણકારી પ્રમાણે રાજકોટ શહેરમાં મોટાભાગના વેપારીઓ 10નો સિક્કો સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. જ્યારે આ અંગે અમે વેપારીઓ સાથે વાતચીત કરી તો વેપારીઓ એકસૂરે કહી રહ્યા છે કે, ગ્રાહકો નથી લેતા એટલા માટે અમે 10ના સિક્કા નથી સ્વીકારતા.

ભારતીય ચલણ ન સ્વીકારવા બદલ થઈ શકે ફોજદારી કાર્યવાહી

રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં 10ના સિક્કા વેપારીઓ અને લોકો સ્વીકારતા ન હોવાની ચર્ચાઓ છે. રાજકોટ કોર્પોરેટ કોમર્શિયલ બેન્કના CEO પરષોત્તમ પીપળીયાએ tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ વેપારી અને ગ્રાહકોએ દરેક ચલણ સ્વીકારવું એ આપની નૈતિક ફરજ છે.જો આ ચલણ કોઈ ન સ્વીકારે તો તે વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ શકે છે.

રૂપિયા 10ના સિક્કા છે ચલણમાં

10ના સિક્કા હાલ ચલણમાં છે જ અને દેશભરમાં ચાલી પણ રહ્યા છે.. જે નાણું લીગલ ટેન્ડરમાં હોય એટલે કે, જે નાણું ચલણમાં હોય તેને સ્વીકારવાની કોઈ ના નથી કહીં શક્તું જો આમ કરવામાં આવે તો એક ગંભીર ગુનો બને છે… એટલે 10ના સિક્કાની જે અફવા છે તેનાથી દૂર રહેવું જોઈએ અને તેને સ્વીકારવો તે સૌ કોઈની ફરજ છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">