અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે અનેક વખત છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તેમજઆજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.
ગુજરાતના(Gujarat)અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં અમદાવાદ(Ahmedabad)શહેરમાં સોમવારથી શરૂ થયેલો વરસાદી(Rain) માહોલ યથાવત છે. જેમાં ગત મોડી રાત્રે અનેક વખત છૂટો છવાયો વરસાદ પડ્યો છે. તેમજ આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ અનેક વિસ્તારોમાં ધીમી ધારે તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદમાં સોમવારે સાંજ બાદ રાત્રે પણ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ઝાપટું વરસ્યું હતું.શહેરના SG હાઇવે, બોપલ, સોલા, પ્રહલાદનગર, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, ગોતા, નારણપુરામાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
તો બીજી તરફ વાડજ રોડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાજેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે…હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.
આ પણ વાંચો : SURAT : કાપડ ઉદ્યોગની હાલત કફોડી, કોરોનાના માર બાદ હવે કોલસા અને કેમિકલના ભાવ આસમાને
આ પણ વાંચો : ગુજરાતમાં છોટાઉદેપુરમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો