AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા 20 ટ્રેનમાં ઉમેરાશે વધારાના કોચ 

અમદાવાદથી આવતી અને જતી ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે. સાબરમતી – જેસલમેર એક્સપ્રેસ, જોધપુર - સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ,જોધપુર - બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ, બિકાનેર - બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ, બિકાનેર-દાદર એક્સપ્રેસમાં વધારાના કોચ ઉમેરાશે

Ahmedabad: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા 20 ટ્રેનમાં ઉમેરાશે વધારાના કોચ 
ટ્રેનોમાં ઉમેરાશે 20 વધારાના કોચ
Darshal Raval
| Edited By: | Updated on: Aug 31, 2022 | 9:03 AM
Share

પશ્ચિમ  રેલવે   (Western Railway ) દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી આવનારી અને પસાર થનારી 20 ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો (Train) માં સાબરમતી – જેસલમેર એક્સપ્રેસ, જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ,જોધપુર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ, બિકાનેર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ (Bikaner – Bandra Superfast Express), બિકાનેર-દાદર એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. ટ્રેન નંબર 14804 સાબરમતી – જેસલમેર એક્સપ્રેસમાં 01.09.2022 થી 30.09.2022 સુધી બે વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  2. ટ્રેન નંબર 14803 જેસલમેર – સાબરમતી એક્સપ્રેસમાં 02.09.2022 થી 01.10.2022 સુધી બે વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  3. ટ્રેન નંબર 14819 જોધપુર – સાબરમતી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 01.09.2022 થી 30.09.2022 સુધી બે વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  4. ટ્રેન નંબર 14820 સાબરમતી – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.09.2022 થી 02.10.2022 સુધી બે વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  5. ટ્રેન નંબર 20943 બાંદ્રા – ભગતકી કોઠી હમસફર એક્સપ્રેસમાં 08.09.2022 થી 29.09.2022 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  6. ટ્રેન નંબર 20944 ભગતકીકોઠી બાંદ્રા- હમસફર એક્સપ્રેસમાં 09.09.2022 થી 30.09.2022 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  7. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.09.2022 થી 02.10.2022 સુધી બે વધારાના 3-ટાયર એસી ક્લાસ અને બે સ્લીપર ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  8. ટ્રેન નંબર 12480 બાંદ્રા-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 04.09.2022 થી 03.10.2022 સુધી બે વધારાના 3-ટાયર એસી ક્લાસ અને બે સ્લીપર ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  9. ટ્રેન નંબર 12990 અજમેર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 02.09.2022 થી 30.09.2022 સુધી એક વધારાનો 3-ટાયર ઇકોનોમી ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  10. ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 03.09.2022 થી 01.10.2022 સુધી એક વધારાનો 3-ટાયર ઇકોનોમી ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  11. ટ્રેન નંબર 20483 ભગતકીકોઠી – દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 01.09.2022 થી 30.09.2022 સુધી બે વધારાના 3-ટાયર એસી ક્લાસ અને ચાર સ્લીપર ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  12.  ટ્રેન નંબર 20484 દાદર – ભગતકી કોઠી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 02.09.2022 થી 30.09.2022 સુધી બે વધારાના 3-ટાયર એસી ક્લાસ અને ચાર સ્લીપર ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  13. ટ્રેન નંબર 14707 બિકાનેર-દાદર એક્સપ્રેસમાં 01.09.2022 થી 30.09.2022 સુધી એક વધારાના 3-ટાયર એસી ક્લાસ અને ચાર સ્લીપર કલાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  14. ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર એક્સપ્રેસમાં 02.09.2022 થી 01.10.2022 સુધી એક વધારાના 3-ટાયર એસી ક્લાસ અને ચાર સ્લીપર કલાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  15. ટ્રેન નંબર 22473 બિકાનેર – બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 05.09.2022 થી 26.09.2022 સુધી એક વધારાના સ્લીપર ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  16. ટ્રેન નંબર 22474 બાંદ્રા-બીકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 06.09.2022 થી 27.09.2022 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  17. ટ્રેન નંબર 14701 શ્રી ગંગાનગર–બાંદ્રા એક્સપ્રેસમાં 01.09.2022 થી 30.09.2022 સુધી એક વધારાના સ્લીપર ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  18. ટ્રેન નંબર 14702 બાંદ્રા-શ્રીગંગાનગર એક્સપ્રેસમાં 03.09.2022 થી 02.10.2022 સુધી એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  19.  ટ્રેન નંબર 22475 હિસાર – કોઈમ્બતુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 07.09.2022 થી 28.09.2022 સુધી એક વધારાના 2-ટાયર એસી ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.
  20. ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર – હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 10.09.2022 થી 01.10.2022 સુધી એક વધારાના 2-ટાયર એસી ક્લાસ કોચ સાથે ઉમેરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">